હિંમતનગર B ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હાનો ભેદ હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો
Advertisementભોલેશ્વર વિસ્તારમાં આવેલ બંગલામાં લાખ્ખોની ચોરી કરનાર વિપુલ સતીષ વાદીને 1.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો
Advertisement
હિમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં રહેતા વિનેશભાઈ કાંતિભાઈ ગામેતીના બંધ બંગ્લોઝમાં થોડા દિવસ અગાઉ ધોળા દિવસે વોશરૂમની બારી તોડી ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના સહીત રોકડ રકમ મળી અંદાજે 3 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા ધોળે દહાડે મકાનમાં ચોરી થતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો આ અંગે હિંમતનગર બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો હિંમતનગર ગ્રામ્ય પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે આરટીઓ સર્કલ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
હિંમતનગર ગ્રામ્ય પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમને ભોલેશ્વર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં લાખ્ખો રૂપિયાની ચોરી કરનાર વિપુલ સતીષ વાદી આરટીઓ સર્કલ પર સોના-ચાંદીના દાગીના વેચવાની વેતરણમાં હોવાની બાતમી મળતા તાબડતોડ આરટીઓ સર્કલ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત શખ્સ આવતા ઝડપી પાડી તેની પાસેથી ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના,રોકડ રકમ અને મોબાઇલ મળી 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હિંમતનગર બી-ડિવિઝન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી
લાખ્ખો રૂપિયાની ચોરી કરનાર ઘરફોડ ચોર
- વિપુલ સતીષ વાદી (હાલ રહે,સવગઢ આરટીઓ સર્કલ નજીક, મૂળ રહે,નવાનગર વડાલી-સાબરકાંઠા)