‘ગોર કળિયુગ’ નિર્દય માતા એ બાળકને પાણીના પ્રવાહમાં વહેતું મૂકી દીધુ…!!
Advertisement
દીકરી જન્મ દર મા ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા જિલ્લો સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે ત્યારે હજુ પણ દીકરીના જન્મને લઈને લોકો મોઢું મચકોડતા હોય છે ત્યારે આવો એક બનાવે હિંમતનગરમાં સામે આવે છે હિંમતનગર મોતીપુરા વિસ્તારમા થી પસાર થતી હાથમાંથી કેનાલમાં ગઈકાલ સાંજે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતુ. આસપાસ માં રહેતા લોકોની નજર કેનાલના પ્રવાહમાં વહી આવેલ બાળકી પર જતા તેઓએ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી તો ફાયર બ્રિગેડ તરત ઘટના સ્થળે દોડી આવીને મૃત નવજાત શિશુને ૮ ફુટ ઉંડા પાણીમા થી બહાર કાઢી હતી. ત્યારે સમગ્ર મામલે હિંમતનગર એ ડીવીઝન પોલીસે બાળકીને હિંમતનગર સિવિલ ખાતે મોકલી આપી હતી અને બાળકી ના અજાણ્યા માતા-પિતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે .