ગુજરાતમાં દારૂબંધી છે ખરા? આવો સવાલ તલોદ તાલુકામા થઈ રહ્યો છે.
રાજસ્થાનની જેમ પડુસણ ગામમાં દારૂના ધમધમતા અડ્ડાઓAdvertisement
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા દારૂ વેચાઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ત્યારબાદ હિંમતનગર કલેક્ટર કચેરીના બહુમાળી ભવનમાં મળી આવેલી બિયરની ખાલી બોટલ અને હવે તલોદમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે. પોલીસની રહેમ નજર હેઠળ તલોદ તાલુકાના પડુસણ પંથકમાં દારૂના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.
પડુસણ ગામમાં ખુલ્લેઆમ જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેની સામે વારંવાર પોલીસને રજૂઆત કરાઈ હોવા છતાં પોલીસ જાણે આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. પોલિસને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી નહીં કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, હવે તો લોકો કહી રહ્યા છે કે, પડુસણમાં પાણી કરતા તો દારૂ વધારે મળી રહ્યો છે, જાણે તેઓ રાજસ્થાનમાં રહેતા હોય તેવું પણ લોકો માની રહ્યા છે. ઠેર-ઠેર દારૂના નશામાં લોકો હેરાન-પરેશાન કરતા હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં બેફામ દારૂના અડ્ડાઓથી લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે પોલિસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
સાંભળો લોકોની વ્યથા, પાણી નહીં દારૂ વધારે મળે છે