દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠા જીલ્લાને વિકાસલક્ષી કર્યોની ભેટ આપી છે વડાપ્રધાન મોદી હિંમતનગર સાબરડેરીના પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવા આજે પહોંચતા લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેમાં રાજ્યના અનેક આઇપીએસ કક્ષાના અધિકારીઓને સુરક્ષાની વિવિધ જવાબદારી સોંપાઈ હતી મોદીને આવકારવા લોકો વિવિધ વાહનો મારફતે પહોંચતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સ્ટેજ IPS રાજેન્દ્રસિંહ ચુડાસમા ફરજ પુરી કર્યા પછી ટ્રાફિકજામ અંગે જાણ થતા તાબડતોડ એક પોલીસકર્મીની બાઈક પર સ્થળ પર પહોંચી ટ્રાફિક પુર્વરત કરાવતા અન્ય અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ ફરજ પરની નિષ્ઠાને સલામ કરી હતી
IPS રાજેન્દ્રસિંહ ચુડાસમા હાલ એસઆરપી ગ્રુપ-9 બરોડા ખાતે ફરજ બજાવી રહ્યા છે હિંમતનગર ખાતે પીએમ બંદોબસ્તમાં તેમને સ્ટેજ નજીક સુરક્ષાની જવાબદારી સોંપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનસભાને સંબોધી પછી કાર્યક્રમ પૂર્ણ થતા લોકો ઘર તરફ પ્રયાણ કરતા સાબરડેરીથી થોડે દૂર ભારે ટ્રાફિક સર્જાતા વાહનચાલકો ફસાતા સમગ્ર દ્રશ્ય જોઈ IPS રાજેન્દ્રસિંહ ચુડાસમા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર નજીક બાઈક પર પસાર થતા પોલીસકર્મીને અટકાવી બાઈક પર બેસી ટ્રાફિકજામ સ્થળ પર પહોંચી ટ્રાફિક પુર્વરત કરાવ્યો હતો
IPS રાજેન્દ્રસિંહ ચુડાસમાની કર્તવ્યનિષ્ઠ ફરજ જોઈ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ સરાહના કરી હતી એક આઇપીએસ અધિકારી બાઈક પર પસાર થતા જોઈ અન્ય વાહનચાલકો પણ આશ્ચર્ય ચકીત બન્યા હતા.