38 C
Ahmedabad
Tuesday, May 7, 2024

અરવલ્લી : મોડાસાના સરડોઇ પંથકમાં આભ ફાટ્યું, 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાયા


અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ જામ્યો છે, જિલ્લાના મોડાસા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. મોડાસા તાલુકાના સરડોઇ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 3 ઇંચ વરસાદે ગામમાં પાણી-પાણી કરી દીધા હતા. ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય હતા.

Advertisement

Advertisement

શુક્રવાર સમી સાંજે વાતાવરમમાં આવેલા અચનાક પલટાએ વરસાદી માહોલ સર્જોય હતો. મોડાસા તાલુકાના સરડોઇ, સજાપુર, ટિંટિસર પંથકમાં ભારે વરસાદ થયો હતો. ડુંગરો પરનું પાણી ગામમાં ફરી વળતા ઠેરઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી બાજુ દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

જુઓ ભારે વરસાદથી ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા…

Advertisement

નજીકમાં આવેલા ટિંટિસર સજાપુર ગામે પણ ભારે વરસાદને કારણે પંચાયત વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઇને લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. આગામી દિવસોમાં પણ હજુ ભારે વરસાદની આગાહી હવાાન વિભાગે વ્યક્ત કરી છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો, જોકે હવે ફરીથી વરસાદી માહોલ જામતા ફરીથી વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આગામી 9 તારીખ સુધી હજુ વરસાદની આગાહી કરાઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!