લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીલ્લાના મોટા ભાગના મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ યુવા મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા કતારમાં ગોઠવાઈ ગયા હતા ફર્સ્ટ ટાઇમ વોટર બનેલ યુવાનોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
અરવલ્લીમાં લોકશાહીના અવસરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભિલોડા તાલુકાના ચોરીમાલા ગામમાં ફર્સ્ટ ટાઈમ વોટર નાવ્યા પરમાર જે અમદાવાદ ખાતેથી વતનમાં પોતાનો પ્રથમ વોટ આપીને ખુશી વ્યક્ત કરી હતી પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું તેણે જણાવ્યું હતું ,દરેકે પોતાના બધાજ કામ પડતા મૂકીને વોટ કરવા અચૂક આવવું જોઈએ અને ખાસ યુવાનોએ પોતાનો વોટ આપવો જોઈએ અને પોતાનો મતનો અધિકારને ફરજ સમજીને મતદાન કરવું જોઈએ.