શહેરા
પંચમહાલ જીલ્લામાં લોકસભાની ચુટણીને લઈને મતદાન યોજાયુ હતુ. શહેરા તાલુકાના સીમલેટ બેટના રહીશોએ પાનમ નદીમાં જોખમી જળયાત્રા કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સીમલેટ બેટના મતદારો મહેલાણ ખાતે આવેલા મતદાન મથકે આવી પહોચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રાથમિક સુવિધાઓની માંગ કરી હતી.તેમના દ્વારા સીમલેટ ટાપુ પર વીજળી અને પુલની સુવિધા કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી. મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી મતદાન કર્યુ છે.ત્યારે સરકાર પણ પોતાની જવાબદારી સમજે તેમ જણાવ્યુ હતુ.
દેશમા આજે લોકસભાની ચુટણીને લઈને ત્રીજા તબ્બકાનુ મતદાન શાંતિપુર્ણ માહોલમા સંપન્ન થયુ હતુ. જેમા ગુજરાત રાજ્યમા 25 સીટ પર મતદાન યોજાયુ હતુ. પંચમહાલ લોકસભા બેઠક માટે આઠ ઉમેદવારો વચ્ચે ટક્કર છે. સવારથી મતદાન મથકો પર મતાધિકારનો ઉપયોગ મતદારો દ્વારા કરવામા આવ્યો હતો. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનમા સીમલેટ બેટ આવેલો છે તેના પર વર્ષોથી લોકો વસવાટ કરે છે અને 249 જેટલા મતદારો છે. સ્થાનિક ગ્રામ પંચાયત, જીલ્લા અને તાલુકા પંચાયત અને વિધાનસભા અને લોકસભા સહિતની તમામ ચુટણીમા સીમલેટ બેટના લોકો મતદાન કરે છે. સીમલેટ ગામના લોકોએ પણ આ લોકસભાની ચુટણીમા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સીમલેટ ટાપુ પરથી તેઓ પાનમ નદીમાં જોખમી જળયાત્રા કરીને તેઓ જુના મહેલાણ ખાતે આવેલી પ્રાથમિક શાળામા ઉભા કરવામા આવેલા મતદાન મથક ખાતે પહોચી ને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.સીમલેટ ગામના ગ્રામજનોનુ જણાવુ છે કે ઘણા વર્ષોથી અમારે જોખમી જળયાત્રા કરીને અમે દરેક ચુટણીમા મતદાન કરીએ છે. પણ અમારી વીજળી અને પુલની માંગ પુરી થતી નથી. અમારી પ્રાથમિક સુવિધાઓની માંગ પુરી કરવામા આવે તેવી અમારી માગં છે.