34 C
Ahmedabad
Friday, May 17, 2024

Lumpy Virus : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી


સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે, રાજ્યક્ષાના મંત્રીઓ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત કરી રહ્યા છે ત્યારે મુખયમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાની મુલાકાત કરી હતી.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડન સીટી પાછળ સોનલ નગર ખાતે જામનગરના લમ્પીથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે બનાવવામાં આવેલા આઇસોલેશન સેન્ટરનું નિરીક્ષણ કરી સારવાર અને રસીકરણ સહિતની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, લમ્પીગ્રસ્ત પશુધનની સારવાર અને રસીકરણ માટે ઉભા કરાયેલા અલગ અલગ 4 શેડ્સનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી લમ્પી સંદર્ભે જામનગરની મુલાકાતે

Advertisement

– લમ્પી રોગગ્રસ્ત પશુઓની સારવાર માટે બનાવેલા આઇસોલેશન સેન્ટરની લીધી મુલાકાત
– પશુધન માટે ઉપલબ્ધ સુવિધાઓ, સારવાર કેમ્પ, રસીકરણ કેન્દ્રના શેડ્સનું કર્યું નિરીક્ષણ
– રૂ.૩૦ લાખના ખર્ચે ૫૦ હજાર ચો. ફૂટ જગ્યામાં બનાવાયું છે આ આઇસોલેશન સેન્ટર
– જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલ નગર ખાતે ઉભા કરાયા છે ૪ અલગ શેડ્સ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!