43 C
Ahmedabad
Sunday, May 19, 2024

ગુજરાતમાં 2 IPS અને 23 DySpની બદલી, 3 PIને પ્રમોશન : અરવલ્લી DYSP ભરત બસીયા હવે રાજકોટ શહેર Crime CP


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓના બદલીના આદેશ કરવામાં આવ્યા છે, જેને લઇને આગામી સમયમાં જે અધિકારીઓને એક જ જગ્યા પર ત્રણ વર્ષ થી વધુ સમય થયો હોય તેમની બદલીઓ નિશ્ચિત બની છે. રાજ્ય ગૃહ વિભાગે મોડી રાત્રે 2 IPS,23 DYSP ની બદલી કરવામાં આવી છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

અરવલ્લી જીલ્લામાં નાયબ પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવતા ભરત બસિયાની રાજકોટ શહેર મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) માં બદલી કરવામાં આવી છે ડીવાયએસપી ભરત બસિયાએ અરવલ્લી જીલ્લામાં ભારે લોકચાહના મેળવી છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

3 પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી સાથે બદલી કરાયા છે અને બોટાદ કેમિકલકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય અને બોટાદમાં જે અધિકારીઓની જગ્યા ખાલી પડી હતી ત્યાં સાયબર ક્રાઇમના અમિત વસાવા અને કોસ્ટલ સિક્યુરિટીના કિશોર બાલોલિયાની નિમણુંક કરાઇ છે.

Advertisement

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આચાર સંહિતાને આડે હવે માત્ર અઢીથી સાડા ત્રણ મહિના બાકી છે, ત્યારે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જગ્યા પર ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓ અને કલેક્ટરોને ચૂંટણી પંચના નિયમ મુજબ બદલવા જરુરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!