31 C
Ahmedabad
Sunday, May 19, 2024

મોડાસા : 76 માં સ્વાતંત્ર દિવસ ની ઉજવણી માં દેશભક્તિ ના રંગે રંગાયું, ધામધૂમ પૂર્વક ઉજવણી


મોડાસા : 76 માં સ્વાતંત્ર દિવસ ની ઉજવણી માં દેશભક્તિ ના રંગે રંગાયું, ધામધૂમ પૂર્વક ઉજવણ

Advertisement

એ મેરે વતનકે લોગો જરા આંખમાં ભરલો પાની,જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની  જેવા દેશ ભક્તિ ના ગીતો ગૂંજ્યા

Advertisement

૧૫ મી ઓગષ્ટે ભારતવર્ષના 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક અને રંગે-ચંગે ઉજવણી કરવામાં આવી હતી.અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા શહેર માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર શહેર રોશનીથી જળહળી ઉઠ્યું હતું.શહેર રહેણાંક વિસ્તારો અને શૈક્ષણિક સંસ્થાઓ સતત દેશભક્તિ ના ગીતો ગુંજી ઉઠતા 76માં સ્વાતંત્ર પર્વ નો અલભ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.શહેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ,સરકારી કચેરીઓ,રાજકીય પક્ષો દ્વારા 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી યાદગાર બનાવ્યો હતો.

Advertisement

મોડાસા શહેરની શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે મોડાસા કેળવણી મંડળ,મખદૂમ કેળવણી મંડળ,ઘી.મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ,સરસ્વતી વિદ્યાલય,મદની હાઈસ્કૂલ,ઘી ઘાંચી હાઈસ્કૂલ,કરમિયા ગર્લ્સ હાઈસ્કૂલ ,સરસ્વતી બાલ મંદિર મંડળ,સરકારી કચેરીઓ,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,ભારતીય જનતા પાર્ટી,મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ,મોડાસા માર્કેટ યાર્ડ, અર્ધ સરકારી કચેરીઓ,દ્વારા 76 માં સ્વાતંત્ર દિન નિમિત્તે ઘ્વજવંદન,વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો,દેશ ભક્તિ ભાવના ઉજાગર કરતા નાટકો નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

ધી ઘાંચી હાઈસ્કૂલ મોડાસાના પ્રમુખ સિકંન્દર વાય સુથાર (રાજબાબુ) ની ઉપસ્થિતિમાં ઈકબાલહુસેન.જી.ઉપાદના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું .જેમાં સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ વાય. સુથાર (રાજાબાબુ), ઉપપ્રમુખ અ.રજ્જાક જી. ખાનજી, સેક્રેટરી મો.હનીફ એસ. સીધવા, જો. સેક્રેટરી આરીફભાઈ યુ. ગુજરાતી, શિ. સમિતિ ચેરમેન સઇદઅહેમદ એ. ભુરા, બાંધકામ કમિટી ચેરમેન મુસાભાઈ દાદુ, મેને. ડિરેકટર ઈકબાલભાઈ ઇપ્રોલિયા તથા સર્વોદય બેંક ના તમામ ડિરેક્ટર્સ તથા કારોબારી સભ્યો અને લઘુમતી સમાજની સંસ્થાઓના મહેમાનો હાજર રહ્યા હતા. ધી સર્વોદય સહકારી બેંક લી. મોડાસા તરફથી સંસ્થાને રૂપિયા 66,000/- (છાસઠ હજાર) નુ દાન આપવામાં આવ્યું. એનાઉન્સર તરીકે શાળાના શિક્ષક હબીબુરરહેમાન એફ. શેખે જવાબદારી નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય આઇ.એ.કાઝી, તથા કન્વીનર મ.રીયાજ બાયડીયા દોરવણી હેઠળ કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય આઇ. એ.કાઝી અને આભાર વિધિ સોહિલ મલેકે કરી હતી.સ્ટાફમાં લીમડા મુસ્તકીમા, સાબલિયા સાહેબાન,અ.કાદીર ચૌહાણ, ખલીફા દાનિશ, ચૌહાણ માહેનુર, મલેક તનવીર,સફરી આફરીન, પટેલ સપના હાજર રહ્યા હતા. છેલ્લે વિદ્યાર્થીઓને અલ્પાહાર આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેનો તમામ ખર્ચ ધી સર્વોદય સહકારી બેંક.લી. મોડાસા તરફથી આપવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!