38 C
Ahmedabad
Friday, May 17, 2024

પંચમહાલ : શહેરા પોલીસ મથકના PI રાહુલકુમાર રાજપુતને પ્રશંસનીય કામગીરી બદલ વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરાયા


પંચમહાલ જીલ્લામાં આન બાન શાન સાથે 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી હતી.જીલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી દક્ષિણ પંચમહાલમા આવેલા જાંબુઘોડા ખાતે કરવામા આવી હતી,જેમા જીલ્લા કલેકટર સુજલકુમાર મયાત્રાએ ધ્વજવંદન કરીને તિંરગાને સલામી આપી હતી.આ ધ્વજવંદન કાર્યક્રમમાં જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ,કર્મચારીઓ,રમતવીરો સહીતનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ,જેમાં પંચમહાલ પોલીસના બાહોશ અધિકારીઓને પણ સન્માનિત કરવામા આવ્યા હતા.જેમા શહેરા પોલીસ મથકના જાંબાજ અધિકારીનો પણ સમાવેશ થાય છે.શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર રાહુલકુમાર કલ્યાણસિંહ રાજપુતને પણ કાયદો અનેવ્યવસ્થા જાળવા માટે કરેલી પ્રંશસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.શહેરા પોલીસ મથકમાં હવાલો સંભાળ્યા બાદ રાહુલકુમાર રાજપુત દ્વારા પોલીસ મથક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર સિંકજો કસ્યો હતો,જેમા શહેરા પાસેના આકંડીયા ગામમા ચાલતા ગૌમાંસના વેપલા પર રેડ કરીને મોટી સંખ્યામાં ગૌમાંશનો જથ્થો ઝડપી પાડ્યો હતો,અને નવ જેટલા આરોપીઓને ઝબ્બે કર્યા હતા,શહેરાના ઈતિહાસમાં પ્રથમ વખત પશુઓના કતલખાના પર આવા બાહોશ પોલીસ અધિકારી દ્વારા પાડવામા આવેલી રેડ હતી.જેના પગલે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અને કતલ કરનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.સાથે સાથે તેમને ખુન,મિલક્ત, પોક્સો,ચોરીના ગુનાઓના સંબધિત ભેદ ઉકેલી કાઢ્યા હતા.આમ શહેરા પોલીસ સ્ટેશનનો ચાર્જ સભાળ્યા બાદ ટુંકા ગાળામાં પ્રશંસાપાત્ર કામગીરી કરવા બદલ તેમને પંચમહાલ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામા આવ્યા હતા.શહેરા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પણ તેમને શુભકામનાઓ પાઠવામા આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!