38 C
Ahmedabad
Sunday, May 12, 2024

બે પરિવાર પાણીમાં ફસાતા નિઃસહાય : હેલિકોપ્ટર અને NDRF ની મદદ મંગાઈ, સવારના 9 વાગ્યાના જાલમપુર નજીક નદીમાં ફસાયા


રખિયાલના બંને પરિવાર સવાર થી નદીના પ્રવાહમાં ફસાયો, બચાવ માટે તંત્રની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે
નદીના પ્રવાહમાં 14 લોકો સવારના ફસાયા હોવાનું ગામ લોકોએ જણાવ્યું
હેલિકોપ્ટર અને NDRFની ટીમની મદદ ક્યારે મળશે…??

Advertisement

અરવલ્લી જીલ્લામાં હવામાન વિભાગે વધુ એકવાર ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જીલ્લામાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદે અફાત સર્જી છે મોડાસા તાલુકાના રખિયાલ ગામના બે પરિવારના 14 લોકો મેશ્વો નદીમાં ફસાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ગામલોકોને જાણ થતા ટોળેટોળા ઉમટ્યા હતા નદીમાં ફસાયેલા લોકોએ હેલિકોપ્ટર અને NDRF ની મદદ માંગી છે નદીમાં ફસયેલા લોકો અને ગામલોકો ભારે ચિંતિત બન્યા છે નદીમાં પાણીનો પ્રવાહ સતત વધતા બચાવ કામગીરી માટે પહોંચેલ તંત્ર અને ફાયરબ્રિગેડની ટિમ પણ ચિંતિત

Advertisement

અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદના પગલે પરિસ્થિતિ ધીરેધીરે વણસી રહી છે મોડાસા તાલુકાના રખિયાલ ગામ નજીક જાલમપુર ગામ નજીક બે પરિવાર વસવાટ કરી રહ્યા છે મંગળવારે ગત રાત્રીથી ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા નદીમાં ઘોડાપુર આવ્યા છે મેશ્વો નદીએ વહેણ બદલતા બે પરિવારોની ચારેબાજુ ધમધસતાં પાણીનો પ્રવાહ શરૂ થતા ફસાઈ ગયા હતા 14 લોકો નદીના પ્રવાહમાં ફસાયાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા વહીવટી તંત્રને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચ્યું હતું

Advertisement

મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તંત્રએ તાબડતોડ હેલિકોપ્ટર અને એનડીઆરએફ પાસે મદદ માંગવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!