35 C
Ahmedabad
Sunday, May 19, 2024

હિંમતનગર: દેશ પ્રેમ માત્ર એક દિવસ પૂરતો સિમિત, થઈ રહ્યા છે તિરંગાના અપમાન, જવાનોની સહાદતનું અપમાન…!!


હર ઘર તિરંગા અભિયાન બાદ તિરંગો સલામત છે કે નહીં તે જોવા માં કોઇને રસ છે કે નહીં?
હિંમતનગર બસ સ્ટેન્ડમાં માથાના ઓશીકા રૂપે રજળતો જોવા મળ્યો તિરંગ
જે તિરંગાની શાન માટે સેનાના જવાનો સરહદ પર પોતાનો જીવ આપી દેછે તે તિરંગો રોડ પર રજડતો જોવા મળી રહ્યો છે.

Advertisement

સરકાર દ્વારા ચાલુ વર્ષે 76 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી અને આ વર્ષે કઈક નવી રીતે દેશપ્રેમ ના દેખાવા કરાય તેને લઈને હર-ઘર તિરંગાની પહેલ ચાલુ કરવામાં આવી હતી.

Advertisement

હર તિરંગા અભિયાનને લઈને સમગ્ર દેશમાં સમગ્ર દેશવાસીઓએ પોતાના ઘર પર તિરંગો લહેરાવવાના તેમજ શાળાઓ જિલ્લાઓ તેમજ સમગ્ર રાજ્યમાં તિરંગા રેલીના આયોજન કરી તિરંગો હાથમાં લઇ રેલીઓ નીકાળી દેશપ્રેમ બતાવવામાં આવ્યો હતો.

Advertisement

પરંતુ વાત હવે એ છે કે શું દેશ પ્રેમ માત્ર એક દિવસ પૂરતો સીમિત છે પ્રજાસત્તાક દિન પૂર્ણ થયા બાદ સુધી તિરંગા ની કોઈ વેલ્યુ નથી કે સરકારની કોઈ જવાબદારી છે કે લોકો દ્વારા ફરકાવવામાં આવેલ તિરંગા લોકો દ્વારા સાચવીને મૂકવામાં આવે છે કે નહીં , જો સરકારના આદેશથી દેશ પ્રેમ જાગૃત થતો હોય તો પછી સરકારના આદેશથી તિરંગાનું અપમાન કરનાર સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે વિશે કોઈ દેશ પ્રેમી કેમ સવાલો નથી ઉઠાવી રહ્યા?

Advertisement

રાજકારણીઓ પોલિટિકલ રમતો રમવા તેમજ પાર્ટીને સારું દેખાડવા માટે હવે દેશના તિરંગા ને પણ નથી છોડ્યો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!