33 C
Ahmedabad
Sunday, May 19, 2024

હવે આવકના દાખલાની સત્તા TDOને : અરવલ્લી કલેકટરે તલાટી હડતાલથી ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાતાં પરિપત્ર કર્યો


તંત્રએ વચ્ચેનો માર્ગ કાઢતા સરકાર તલાટી હડતાળ મામલે નમતું ન જોખવા માંગતી હોવાનો સ્પષ્ટ નિર્દેશ
તલાટી હડતાલથી સીધી અસર ગ્રામ્યકક્ષાની વહિવટી કામગીરી પર પડી રહી છે
તલાટીઓમાં પડતર માંગણી નહીં સંતોષાતા સરકાર સામે રોષ

Advertisement

રાજ્યમાં ૨ ઓગસ્ટથી તલાટી કમ મંત્રીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર છે તેનાં ગ્રામ્ય કક્ષાએ વહીવટી કામગીરી અટવાઇ ગઇ છે ગ્રામ પંચાયતમાં આવકના દાખલા સહિતની કામગીરી ખોરવાતા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ આવકના દાખલા કાઢવાની સત્તા TDOને સોંપી લોકોની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કર્યો છે. પંચાયત તલાટી કમ મંત્રીઓની ગ્રેડ પે, સળંગ નોકરી, ઉચ્ચ પગાર ધોરણ, આંતર જિલ્લા ફેરબદલી સહિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણાએ પરિપત્ર કરી ગ્રામ્ય વિસ્તારોમાં આવકના દાખલા માટે તાલુકા વિકાસ અધિકારીને સત્તા આપવામી આવી છે તલાટીઓની હડતાળને 17 દિવસ જેટલો સમય થવા આવ્યો છે જેને પગલે ગ્રામ પંચાયતમાં મોટાભાગની કામગીરી ઠપ્પ થઈ છે. અરજદારોને આવકના દાખલાની જરુરિયાત રહેતી હોય તેની કામગીરી પણ ખોરંભે ચડી હતી. આ સમસ્યાનો હાલ પૂરતો હલ કાઢવા માટે અમરેલી કલેકટર દ્વારા તમામ તાલુકાના TDOને આવકના દાખલા કાઢવાની સત્તા સોંપવામાં આવી છે. જ્યાં સુધી તલાટીઓની હડતાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી TDOને આવકના દાખલા કાઢી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!