38 C
Ahmedabad
Sunday, May 19, 2024

મનીષ સિસોદિયા સહિત 13 લોકો સામે લૂક આઉટ નોટિસ, દેશ છોડવા પર પ્રતિબંધ


દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ પછી મનીષ સિસોદિયા પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગે સીબીઆઈ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

Advertisement

લૂક આઉટ સર્ક્યુલર એટલે કોઈ વ્યક્તિને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકે છે અને જો તે તેનું ઉલ્લંઘન કરે છે તો તેને અટકાયત કરી શકાય છે.

Advertisement

આ લૂક આઉટ સર્ક્યુલરને મનીષ સિસોદિયા માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે કારણ કે, હવે આ લોકો દેશ છોડી શકશે નહીં અને જો તેઓ આવું કરવાનો પ્રયાસ કરશે તો તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવી શકે છે.

Advertisement

આ પહેલા મનીષ સિસોદિયાએ પણ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. સિસોદિયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે કરેલા મોટા કામ પર બ્રેક લગાવવા માંગે છે, તેથી જ કદાચ 2-4 દિવસમાં મારી ધરપકડ થઈ શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!