33 C
Ahmedabad
Wednesday, May 8, 2024

લ્યો બોલો.. હવે પોલિસ સ્ટેશનમાં જઇ શંકાસ્પદ વ્યક્તિને ખાનગી વ્યક્તિએ ધબધબાટી બોલાવી, સાઠંબા પોલિસની કામગીરી પર સવાલો


અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠતા હતા, પણ હવે પરિસ્થિતિ એવી વણસી છે કે વાત જવા દો. હવે તો એવી ઘટનાઓ ઘટી રહી છે કે, માથાભારે ઇસમો પોલિસ સ્ટેશનમાં પહોંચી ધબધબાટી બોલાવી રહ્યા છે અને પોલિસ તમાશો જોઇ રહી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. અરવલ્લી જિલ્લાના બાયડના સાઠંબા પોલિસ મથકનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિને ખાનગી વ્યક્તિ માર મારતો દેખાય છે. માથાના વાળ પકડી યુવકને માર મારતો વીડિયો વાઈરલ થતાં પોલિસની કામગીરી પર સવાલ ચોક્કસથી ઉઠશે.

Advertisement

સાઠંબા પોલિસ સ્ટેશનના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આ સમગ્ર ઘટના 14 ઓગસ્ટના રોજ બની હતી, જ્યાં કેટલાક લોકોનું ટોળું ધસી આવ્યું હતું, પણ તે દિવસે તહેવાર હોવાથી માત્ર 3 પોલિસ કર્મચારીઓ હાજર હતા, અને આ ટોળાને બહાર કાઢવામાં આવ્યું હતું, પણ કેટલાક લોકો પોલિસ સ્ટેશનમાં આવી ગયા હતા અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.  આ સાથે જ તેમણે એમપણ જણાવ્યું કે, પકડવામાં આવેલ શંકાસ્પદ વ્યક્તિ પર બાઈક ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે અંગે પોલિસ તપાસ હાથ ધરી રહી છે. બાઈક ચોરી અંગે બાયડ પોલિસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જેને લઇને મારનાર વ્યક્તિઓ કોણ છે તે બાબતે પણ પોલિસ ચોક્કસ દિશમાં તપાસ કરી રહી છે.

Advertisement

સળગતા સવાલો ?
પોલિસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો તેના માટે જવાબદાર કોણ?
શું પોલિસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓએ ધ્યાન પણ ન આપ્યું
જો ધ્યાન આપ્યું હતું તો માર મારતા કેમ રોક્યા નહીં?
ભોગ બનનારને કાંઇ થયું હોત તો જવાબદારી કોણ લેતું?
શું વીડિયો વાઈરલ થયો એટલે સાઠંબા પોલિસની ઊંઘ ઊડી?
પોલિસ સ્ટેશનમાં ટોળું આવ્યું તો ઉચ્ચ અધિકારીઓને જાણ કેમ ન કરી ?
ટોળુ આવી જાય છે ત્યાં સુધી પોલિસ તમાશો જોતી કેમ રહી ગઇ ?
કોણ કોને છાવરી રહ્યું છે?

Advertisement

Advertisement

બાયડના સાઠંબા પોલિસ સ્ટેશનમાં આવી માર મારવાની ઘટના બને છે ત્યારે સાઠંબા પોલિસ કેમ ઢીલી નીતિ અપનાવી હતી તે પણ સવાલ છે. હાલ તો વીડિયો સામે આવ્યો એટલે મામલાની ગંભીરતા પોલિસે દાખવી છે પણ જો વીડિયો સામે ન આવ્યો હોત તો ભોગ બનનાર વ્યક્તિને ન્યાય કેવી રીતે મળતો તે પણ એક સવાલ છે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!