માલપુર તાલુકાના ભેમપોડા ગામમાં રહેતા આધેડના કૌટુંબિક નાના ભાઈની પત્નીને ઘર નજીક રહેતા યુવક સાથે આડા સંબંધોને લઈને મારો ભાઈ ઘરેથી જતો રહ્યો હોવાનો ઠપકો આપતા મહિલા તેના પુત્ર અને વહુએ આધેડ સાથે ઝગડો કરી ઢોર માર મારી મહિલાના પુત્રએ ગ્રાઈન્ડર મશીન વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી માલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણે હત્યારા સામે ગુન્હો નોંધતા ગણતરીના કલાકોમાં દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
માલપુરના ભેમપોડા ગામના ભરતભાઈ માલાભાઈ ખાંટના કૌટુંબિક નાના ભાઈ પ્રેમજીભાઈની પત્નીને શારદાબેનને તેની ઘર નજીક રહેતા મુકેશ કાંતિ ખાંટ સાથે આડા સંબંધો હોવાથી જેઠ ભરતભાઈએ શારદાબેનને ઠપકો આપતાં ઉશ્કેરાઈ ગયા હતા ભરતભાઈ સાથે ઝગડો કરી મહિલાએ તેના પુત્ર હિંમત ખાંટ અને તેની પત્ની કોકીલા ખાંટે ભેગા મળીને ભરતભાઈને ઢોર માર મારી ગ્રાઈન્ડર મશીન વડે છાતીના અને માથાના ભાગે માર મારતાં ભરતભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ભરતભાઈની હત્યા કૌટુંબિક ભાઈની પત્ની તેના પુત્ર અને પુત્રવધુએ કરી દીધાની જાણ ગામ લોકોને થતાં સ્થળ પર દોડી આવતા ત્રણે હત્યારા ઘર છોડી ફરાર થઈ ગયા હતા હત્યા બાદ ત્રણે હત્યારા ઘર છોડી ફરાર થઈ ગયા હતા પ્રેમી મુકેશ કાંતી ખાંટ પણ ડરનો માર્યો ઘર છોડી જતો રહ્યો હતો.પ્રેમ સબંધ બાબતે આધેડ વયના ભરતભાઈની હત્યા કરાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે મૃતકની પત્નીએ દેરાણી અને તેના પુત્ર અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ કરતાં માલપુર પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારાઓને ઝડપી પાડવા માલપુર પીએસઆઇ કે.એચ.બિહોલાએ જુદી-જુદી ટીમ બનાવી ફરાર ત્રણે હત્યારોઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
ઝડપાયેલા ત્રણ આરોપીના નામ
૧) શારદાબેન પ્રેમજીભાળ માલાભાઈ ખાંટ
૨) હિમતભાઈ પ્રેમજીભાઈ ખાંટ
૩) કોકિલાબેન હિમતભાઈ ખાંટ (ત્રણેય રહે.ભેમપોડા, તા.માલપુર.જી.અરવલ્લી)