અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો કરનાર બૂટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરો વિદેશી દારૂ ઠાલવવા નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે વિદેશી દારૂની પોટલીઓ બનાવી કારમાં હેરાફેરીનો પર્દાફાશ કરી 1.63 લાખનો 244 લિટરથી વધુ વિદેશી દારૂ સાથે ક્રેટા કારમાં દારૂની ખેપ મારનાર સુરતના ડ્રાઈવર અને રાજસ્થાની બૂટલેગરને દબોચી લીધા હતા
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નંબર-8 પર રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી નાના-મોટા વાહનોમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે શામળાજી પોલીસને સફેદ ક્રેટા કાર વિદેશી દારૂ ભરી શામળાજી તરફ આવતી હોવાની બાતમી મળતાં સતર્ક બની બાતમી આધારિત ક્રેટા કાર આવતા અટકાવી તલાસી લેતા ડેકીના અને શીટના પડખામાં બનાવેલ ગુપ્ત ખાનામાં સંતાડેલ વિદેશી દારૂની પોટલીઓ જોઈ ચોકી ઉઠી હતી શામળાજી પોલીસે વિદેશી દારૂની દેશી દારૂની માફક પોટલીઓમાં ભરી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો બુટલેગરો નો પ્રયત્ન નિષ્ફળ બનાવી વિદેશી દારુની પોટલી નંગ-206માંથી 244.50 લિટર દારૂ કિં.રૂ.1.63 લાખ તેમજ કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.6.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 1)મોહન ધનજી ગુર્જર (રહે,સુરત) અને જીતેન્દ્ર સોહનલાલ મેવાડા (રહે,સેવાડી-રાજસ્થાન)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા