32 C
Ahmedabad
Sunday, April 28, 2024

જુના ભવનાથ મંદિરમાં મેઘરાજાએ કર્યો શિવલીંગનો જળાભિષેક : શિવના દર્શનાર્થે ભક્તોનો પ્રવાહ મંદિર તરફ,આહલાદક દ્રશ્યોનો VIDEO


અરવલ્લી જીલ્લામાં મેઘમહેર યથાવત રહી છે શ્રાવણ મહિનામાં મેઘરાજા મહેરબાન થતા સતત વરસાદ ખાબકી રહ્યો છે ચોમાસા જામતા અરવલ્લીની ગિરિમાળાઓ ખીલી ઉઠી છે તળાવ,જળાશયો છલકાઈ રહ્યા છે ભિલોડાના જુના ભવનાથ મંદિરના ગર્ભ ગૃહમાં પાણી ભરાતા જાણે મેઘરાજા શાહી સવારી સાથે શિવલિંગ પર જળાભિષેક કરી રહ્યા હોવાનું ભક્તો અહેસાસ અનુભવી રહ્યા છે

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ સો ટકા જેટલો વરસાદ વરસ્યો છે.સતત વરસાદ ખાબકતા લીલો દુકાળ પડે તેવી સંભાવના વચ્ચે ખેડૂતોના માથે આફતના એંધાણ વર્તાયા છે.કૂવા,નદી,નાળા,વાંધા-કોતરો,તળાવો,જળાશયો મોટા ભાગે છલકાઈ રહ્યા છે.હાથમતી અને ઈન્દ્રાસી જલાગાર સરેરાશ ૯૦ % ભરાતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે.મઉં ગામની હદમાં આવેલ પૌરાણિક સ્વયંભુ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં સરેરાશ પાંચ ફુટ પાણી ભરાયું છે.ભાવિક ભક્તો દુર-દુર થી દર્શનાર્થે ઉમટયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!