31 C
Ahmedabad
Sunday, May 19, 2024

રખડતા ઢોર માટે સરકાર બનાવશે ઢોરવાડા.. ખરેખરે મક્કમ નિર્ણય કે ચૂંટણી વાયદો?


રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પ્રવકતા મંત્રી જીતુભાઈ વાધાણી

Advertisement

પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સારસંભાળ સરકાર રાખશે : ઢોરના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સરકાર ભોગવશે

Advertisement

• રાજયની નગરપાલિકા- મહાનગરપાલિકા વિસ્તારોમાં ઢોર વાડા બનાવાશે: રૂ.10 કરોડની અલગથી જોગવાઈ જરૂર પડે તેમાં વધારો કરાશે
• પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે
• રાજયની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં રખડતા ઢોરને શહેરી વિસ્તારમાં પકડવા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે

Advertisement

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાધાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.

Advertisement

રાજયની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોર વાડા બનાવવામાં આવશે. તે માટે રૂ.10 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો કરવામાં પણ આવશે. પકડેલા ઢોર માટે પાણી, શેડ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચોમાસા દરમ્યાન પશુપાલકો પાસે પશુઓ રાખવા માટે પુરતી જગ્યા કે અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓને રોડ ઉપર છોડી દેવામાં આવે છે,જેના પરિણામે પશુઓની સંખ્યા રોડ ઉપર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે બાબત ધ્યાને લઇને જે પશુપાલકો પાસે આવી વ્યવસ્થા ન હોય તે પશુપાલકો સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓ મુકી શકે એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Advertisement

જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યુ કે, આ માટે સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકાઓને પશુપાલકો ઢોરને ઢોરવાડામાં મુકવા આવે ત્યારે તેને વિના મૂલ્યે રાખવાની સૂચનાઓ આપી દેવાઈ છે.અને પશુઓને પુરતી સગવડો પણ આપવાની રહેશે. પશુપાલકોને પશુઓ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાના ઢોરવાડામાં મુકવા માટે જે ટ્રાન્સપોર્ટેશન અંગે થનાર ખર્ચ હાલ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાએ ભોગવવશે. રાજયની નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરને શહેરી વિસ્તારમાં પકડવા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો, જેને લઇને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી તો મુખ્યમંત્રીના કાફલામાં પણ રખડતા ઢોર આવી જવાની ઘટના ઘટી હતી. રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇને હાઈકોર્ટે પણ આ બાબતે સરકારને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ ટકોર કરી હતી ત્યારે હવે રખડતા ઢોર મામલે ક્યારે લોકોને રાહત મળે છે તે જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!