42 C
Ahmedabad
Sunday, May 19, 2024

તબલચી મુકેશના પિતા પથારી વશ છતાં દેવરાજધામે સંત મેળાવડામાં આવી ભાઈબંધી નિભાવી, જિગ્નેશ કવિરાજે કંઈક આવુંં ગાયું…જુઓ


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા દેવરાજ ધામ ખાતે ભક્તિમય વાતાવરણ સાથે ભવ્ય મેળો યોજાયો હતો. ભાદરવા સુદ બીજના રોજ ભવ્ય મેળો યોજાયો હતો, જેમાં ભાદરવા સુદ બીજના રાત્રીથી પરોઢ સુધી ભજન તેમજ સંત મેળાવડો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક જિગ્નેશ કવિરાજ ઉપસ્થિત રહ્યા હતા, જેના ભજનો અને લોકગીત સાંભળવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

Advertisement

Advertisement

આ પ્રસંગે ભક્તોની ફરમાઈશ પર ભાઈબંધીનું ગીત ગાત જિગ્નેશ કવિરાજે ઓરકેસ્ટ્રાની ટીમના તબલચી મુકેશની વાત કરતા ભાઈબંધીને યાદ કરી હતી. ત્યારે તેમણે ભાઈબંધીનું ગીત ગાતા તાળિયાનો ગડગડાથી પંડાલ ગૂંજી ઉઠ્યો હતો. સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાનું, કોણ પારકું, એ દા’ડે સમય છે

Advertisement

Advertisement

આ શબ્દો ગાતાની સાથે જ તેમણે ઓર્કેસ્ટ્રાની ટીમમાં આવેલા તબલા વાદક મુકેશની વાત કરતા જણાવ્યું કે, તેમના પિતા હાલ હોસ્પિટલના બિછાને છે, તેઓ કેન્સરની બિમારીથી પિડાઈ રહ્યા છે, તેમ છતાં  દેવરાજધામના ગાદીપતિ ધનગિરી મહારાજના માન માટે સંત મેળાવડામાં નિ:સ્વાર્થપણે આવ્યા છે. આ વાત કહેતા જ સમગ્ર પંડાલ તાળિયોના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. સાંભળો જિગ્નેશ કવિરાજે શું કહ્યું….


કોરોના ગ્રહણ હટ્યા પછી બે વર્ષે ભાદરવા સુદ બીજના દિવસે નેજાઉત્સવ મોડાસાના દેવરાજ ધામ ખાતે યોજાયો હતો, જેમાં દૂર દૂરથી સંતો-મહંતો, ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો, ધારાસભ્યો, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, દેવરાજ ધામ સમિતીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ભજનોત્સનો લ્હાવો લીધો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!