43 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ સમિતિની મેનીફેસ્ટો માટે બેઠક યોજાઇ, વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા-વિમર્શ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. કોગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી નો મેનીફેસ્ટો બનાવવાં વિવિધ સમૂહો ના પ્રશ્નો અને રજૂઆતો લેવામાં આવે છે તે અંતર્ગત અરવલ્લી જીલ્લા ની મીટિંગ મોડાસા ખાતે યોજાઈ હતી.

Advertisement

આ મીટિંગ માં જિલ્લા ની જરૂરિયાત ની રજૂઆત સાંભળવા મા આવી હતી. જેમાં 47 જેવી જરૂરિયાત ને સમાવવા રજૂઆત થઈ હતી. જીલ્લા ને સિવિલ હોસ્પિટલ, અરવલ્લી યુનિવર્સિટી, દૂધ ઉત્પાદકો માટે અરવલ્લી ડેરી, અરવલ્લી બેન્ક, સિંચાઇ ની સુવિધા, તાલુકા મથકો એ બાયપાસ રોડ , બેરોજગારો માટે ઉદ્યોગો સહિત ની માગણી ઓ નો સમાવેશ કરવા ધારદાર રજૂઆતો થઈ હતી. હજુ પણ દરેક વિધાનસભા વાઈઝ દશ દશ બેઠકો યોજી ખેડૂતો, શ્રમિકો, વિદ્યાર્થીઓ, વેપારી ઓ, આશાવર્કર અને આંગણવાડી, એન જી ઓ સહિત ના સમૂહો ની રજૂઆતો સાંભળવા મા આવશે. આ પ્રસંગે લોકસભા પ્રભારી દિનેશભાઈ ગઢવી, લાલુભાઇ દેસાઈ, વિધાનસભા પ્રભારી અસાર અહેમદખાન, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ, મેનીફેસ્ટો જિલ્લા કનવિનર અરુણભાઈ પટેલ, વનરાજ સિંહ રાઠોડ , બળવંતસિંહ રાઠોડ સહિત આગેવાનો એ રજૂઆતો સાંભળી હતી. કાર્યક્રમ માં ઉત્સાહભેર કાર્યકરો અને પ્રજાજનો એ રજૂઆતો કરી હતી. કાર્યક્રમ નું સંચાલન જી. આઈ. ખાલક અને આભારવિધિ કાદર અલીભાઈ સૈયદે કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!