36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી: મોડાસાના મરડિયા પાટિયા નજીક ટ્રક ચાલકે બસને પાછળથી ટક્કર મારી, 5 લોકો ઈજાગ્રસ્ત


અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી પસાર થતાં હાલોલ-ગોધરા-મોડાસા-શામળાજી હાઈવે પર છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે અને તેમાંય વરસાદ પછી મોટા ખાડાને કારણે અકસ્માત થવાની ઘટનાઓ પણ વધી હતી. આ વચ્ચે મોડાસાના મરડિયા પાટિયા નજીક એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

પ્રાપ્તા માહિતી મુજબ વિજયનગરથી પેટલાદ જતી બસને અકસ્માત નડ્યો હતો.પૂરપાટઝડપે આવતા ટ્રકે એસ.ટી.બસને પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો, જેને લઇને બસમાં સવાર 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તો બીજી બાજુ સદભાગ્યે બસમાં સવાર 50 લોકોનો આબાદ બચાવો થયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!