અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ગુજરાતમાં ઘરફોડ ચોરીમાં કુખ્યાત બિજુડા ગેંગના જીતેન્દ્ર ઉર્ફે લાલા ડામોરને દબોચી લઇ 26 ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વાંકાટીંબા ગામે આઠ મહિના અગાઉ લૂંટ ચલાવનાર વધુ એક આરોપીને દબોચી લીધો
16 લાખથી વધુની લૂંટ ચલાવી હતી ત્રણ આરોપીને પોલીસે દબોચી લીધા હતા, ફરાર જીતેન્દ્ર ડામોરને દબોચી લઇ 5.08 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસે ગુજરાતમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપવામાં કુખ્યાત અને રાજ્યની પોલીસને રાડ પડાવનાર બિજુડા ગેંગના ખૂંખાર સાગરિત જીતેન્દ્ર ઉર્ફે લાલા ડામોર મોડાસા શહેરમાં ચોરી કરેલ સોનાના દાગીના વેચવા પહોંચે તે પહેલા શામળાજીના ભવાનપુર ગામ નજીકથી એક્ટિવા સાથે દબોચી લઇ સોનાની લગડી સહિત 5.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જીતેન્દ્ર ઉર્ફે લાલો ડામોર રાજ્યના જુદા-જુદા જિલ્લામાં 26 ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે જીલ્લામાં વણઉકેલાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવા અને નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા બિછુડા ગેંગનો સાગરિત જીતેન્દ્ર ઉર્ફે લાલા મોંઘા ડામોર (રહે,ધામોદ-રાજસ્થાન) ચોરી કરેલા સોનાના દાગીના વેચવા એક્ટિવા લઇ શામળાજી થી મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસ સતર્ક બની શામળાજીના ભવાનપુર પાસે વોચ ગોઠવી રોડ પરથી પસાર થતો દબોચી લઇ 4.20 લાખની સોનાની લગડી,38 હજાર રોકડ રકમ સહિત મોબાઈલ અને એક્ટિવા મળી કુલ.રૂ.5.08 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી સઘન પૂછપરછ કરતા આઠ મહિના અગાઉ ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે તેના સાગરીતો સાથે મળી કરેલ લૂંટના સોનાના દાગીના ગાળી સોનાની લગડી બનાવી ઘરે સંતાડી રાખી હોવાની કબૂલાત કરી લીધી હતી જીલ્લા એલસીબી પોલીસે ધારાસભ્ય બરંડાના પત્નીને બંધક બનાવી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતાં ચોથા આરોપીને દબોચી લેવામાં સફળતા મળી હતી
શું હતો સમગ્ર ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટ વીથ ઘરફોડ ચોરીના ઘટના વાંચો
ગુજરાતમાં ધારાસભ્યના ઘર પણ સલામત ન હોવાની ઘટનાઓ બની રહી છે તસ્કરોએ હવે માઝા મુકવાની શરુઆત કરી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તસ્કરોએ હવે ધારાસભ્યના ઘરને નિશાને લીધુ છે. તસ્કરોએ રાત્રી દરમિયાન પૂર્વ IPS અધિકારી અને હાલમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે લૂંટ આચરી હતી. ધારાસભ્યના પત્નિ ઘરે એકલા હતા અને તેમને ઘરમાં જ બંધક બનાવીને તસ્કરોએ લૂંટ આચરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે. એસપી શૈફાલી બારવાલે મીડિયાને બતાવ્યુ હતુ કે, બે શંકાસ્પદોને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે. તેમજ મળેલી વિગતોને આધારે પોલીસની ટીમો પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે.
ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઇપીએસ અધિકારી પી.સી.બરંડાહાલ વિધાનસભા સત્ર ચાલતું હોવાથી ગાંધીનગર હતા ત્યારે ગુરુવારે રાત્રે તેમના ઘરે બે બુકાનધારી લૂંટારુઓ ત્રાટકી આતંક મચાવ્યો હતો અને ધારાસભ્યની પત્ની બુમાબુમ ન કરે તે માટે મોઢામાં ડૂચો મારી બેડ સાથે બાંધી દઈ બિન્દાસ્ત ઘરમાં રહેલ જવેલરી, સોના -ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડા ગાંધીનગર સત્ર પડતું મૂકી તાબડતોડ વતનમાં દોડી આવ્યા હતા અને પોલીસતંત્ર કામગીરી કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું
ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે ચોરી થતા સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટે થઈને અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે. બે શંકાસ્પદો પણ પોલીસે ઝડપી લીધા છે.
MLAની પત્નીએ શું કહ્યું વાંચો મોંઢે ડૂચા મારી, હાથ પગ બાંધ્યા
મીડિયાને ધારાસભ્યની પત્નિ ચંદ્રિકાબેન બરંડાએ જણાવ્યુ હતુ, કે તેઓ રાત્રી દરમિયાન હું સુતી હતી એ દરમિયાન અવાજ થતા જાગીને પડદો ખોલીને ઘરમાં જોયુ પણ કંઈ લાગ્યુ નહીં. આ ઘટના લગભગ પોણા ત્રણ વાગ્યાના આસપાસ બની હતી. તેઓને મોંઢામાં ડૂચો મારી દઈને હાથ અને પગ બાંધી દીધા હતા. આમ તેમને બાંધી દઈને લૂંટ આચરી હતી.
આગળ કહ્યુ હતુ કે, ઘરમાં રાખેલ જ્વેલરી, સોનાના સેટ, વિંટી અને રોકડ રકમની ચોરી બે શખ્શોએ કરી હતી. ઘટનાને પગલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ દ્વારા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરવામાં આવી છે.