37 C
Ahmedabad
Sunday, May 5, 2024

અંબાજી જતાં પદયાત્રીઓને કાર ચાલકે 50 ફુટ ફંગોળ્યા, વાજતે-ગાજતે નિકળેલા પદયાત્રીઓના ગામમાં માતમ, મૃતકોની ઉંમર 30 વર્ષથી નીચે


અરવલ્લી જિલ્લા માટે શુક્રવારનો દિવસે શોકનું દિવસ સાબિત થયો. માલપુર નજીક કૃષ્ણપુરા પીકઅપ સ્ટેન્ડ નજીક વહેલી સવારે ઘમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોધરા તરફથી આવતી ઈનોવાના કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા પીલર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત કરી હતી.

Advertisement

કૃષ્ણપુરા ગામાન લોકો દુધ ભરાવવા માટે જઇ રહ્યા હતા, ત્યારે અચાનક મોટો અવાજ થયો હતો. અવાજ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જ્યાં જોતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું, કાર ચાલકે પદયાત્રીઓ તેમજ સ્થાનિક લોકોને અડફેટે લેતા કેટલાક લોકો પચાસ ફૂટ દૂર ફંગોળાયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું..

Advertisement

અલાલી ગામેથી વાજતે-ગાજતે નિકળ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાંથી કેટલાક લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા, તો કેટલાક લોકો લીમખેડા અને સ્થાનિક પણ હતા.. ઘટનાની જાણ થતાં પાંચ જેટલી એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચી હતી તો જિલ્લા પોલિસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.. અરવલ્લી જિલ્લા ઇન્ચાર્જ પોલિસ વડા વિશાલ વાઘેલાએ પણ ઘટનાસ્થળની મુલાકાત કરી હતી.

મૃતકોના નામ
પંકજભાઈ રમણભાઈ જાદવ, ઉંમર – 23 વર્ષ, ગામ – અલાલી, તાલુકો – કાલોલ, જિ.-પંચમહાલ
પ્રકાશભાઈ મંગળભા રાઠોડ, ઉંમર – 24 વર્ષ, ગામ – અલાલી, તાલુકો – કાલોલ, જિ.-પંચમહાલ
સંજયકુમાર નરેશભાઈ બીલવાળ, ઉંમર – 21 વર્ષ, ગામ – વલુંડી, તાલુકો – લીમખેડા, જિ.-દાહોદ
અપસિંગભાઈ સોનીયાભાઈ બારીયા, ઉંમર – 27 વર્ષ, ગામ – ખીરખાઈ, તાલુકો – લીમખેડા, જિ.-દાહોદ
વિક્રમભાઈ રૂપાભાઈ અડ, ઉંમર – ગામ – ગોડીયા, તાલુકો – ઝાલોદ, જિ.-દાહોદ
સુરેશભાઈ મોહનભાઈ બામણિયા, ઉંમર – 14 વર્ષ, ગામ – કૃષ્ણપુરા, તાલુકો – મેઘરજ, જિ.- અરવલ્લી

Advertisement

.માલપુરના કૃષ્ણપુરા નજીક સર્જાયેલા અકસ્માતમાં મોટાભાગના મૃતકોની ઉંમર ત્રીસ વર્ષથી નીચેની છે. અકસ્માતનમાં મૃતકોના પરિવારજનોને 4 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની મુખ્યમંત્રીએ જાહેરા કરી છે.. બોલ માડી અંબે.. જય જય અંબેના નાદ સાથે પસાર થઇ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!