37 C
Ahmedabad
Saturday, May 18, 2024

Exclusive: દાહોદના પદયાત્રીઓને નડેલા અકસ્માતને CM એ સંવેદના વ્યક્ત કરી, મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત


અંબાજી જતાં પદયાત્રીઓને નડેલા અકસ્માતને લઇને રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ સહાયની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ જાણકારી આપતા સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. 

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે ટ્વીટ કરી મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે, જેમાં રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય આપશે.

Advertisement

Advertisement

2જી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે દાહોદ જિલ્લાના લીમખેડા અને અલાલી ગામના લોકો ભાદરવી પૂનમના દર્શન કરવા માટે અંબાજી દર્શન કરવા રથ લઇને જતાં હતા. આ રથ અરવલ્લી જિલ્લાના માલપુર નજીક આવેલા કૃષ્ણાપુરા પાટિયા નજીક ઘમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં મહારાષ્ટ્રા પાર્સિંગની કાર ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ઈનોવા ચાલક ગોથુ ખાઈ જતાં પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે તો 10 લોકોને ઈજાઓ પહોંચી છે.

Advertisement

અકસ્માતની જાણ થતાં માલપુર પોલિસ તેમજ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સીન ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને માલપુર સામુહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!