29 C
Ahmedabad
Friday, April 26, 2024

પશુઓના સ્વાસ્થ્ય માટે અનોખી પરંપરાને અનુસરતા અરવલ્લી જિલ્લાના ગ્રામજનો, રામપુરમાં કંઇક આવી રીતે નવાવર્ષની ઉજવણી


અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના નાના થી મોટા લોકો અનુસરી રહયા છે
આજથી શરુ થતું વિક્રમ સંવત 2079 નું વર્ષ સમગ્ર દેશ માં ઉજવાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરવા માં આવેછે રામપુર ગામે પશુપાલકો સવારે વહેલા ઉઠી ભગવાન કૃષ્ણ ના મંદિરે અબાલ વૃદ્ધ સૌ એકઠા થાય છે ભગવાન ની આરતી કરે છે આરતી કર્યા બાદ ગામ નું તમામ પશુધન મંદિર આગળ લાવવા માં આવેછે નાના બાળકો દ્વારા ફટાકડા લઇ પશુઓ ની વચ્ચે ફોડવા માં આવેછે અને પશુઓ ને ભડકાવવા માં આવે છે આટલી મોટી સંખ્યા માં પશુઓ ભડકે છે છતાં કોઈને પણ કોઈ જાતની ઈજાઓ કે નુકસાન થતું નથી ત્યારબાદ ગામ ના અબાલ વૃદ્ધ સૌ એક બીજા ને ભેટી નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવે છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે ભેટવાના બદલે માત્ર દુરથી બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કહી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.રામપુર ગામ માં પરંપરાગત પદ્ધતિ થી નવા વર્ષ ની ઉજવણી ની એવી માન્યતા રહેલી છે કે પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામ માં વર્ષ દરમિયાન સુખાકારી રહેછે ધંધા ખેતી માં પ્રગતિ થાય છે પશુઓ માં મહામારી નો રોગ આવતો નથી ત્યારે આજના કોમ્પ્યુટર યુગમાં પણ લોકો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓ ની ઉજવણી કરી તહેવારોની ઉજવણી કરે છે.

Advertisement

અરવલ્લીના રામપુર ગામના વડીલો એ પરમ્પરા જાળવી યુવાનોને સુપ્રત કરી છે ગામના ચોકમાં વ્યસન પણ છોડી દેવામાં આવે છે જેથી પશુઓ,ખેતી તેમજ લોકોને થતું નુકસાન અટકી જાય છે.ત્યારે હિન્દૂ સમાજ પરમ્પરા પર ટકી રહ્યો છે ત્યારે નવા વર્ષની અહીં અનોખી શરૂઆત કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!