ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસતંત્ર સતત દોડાદોડી કરી રહ્યું છે અરવલ્લી જીલ્લામાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા અસામાજીક પ્રવૃત્તિ કરતા માથાભારે તત્વો સામે ‘પાસા’હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મોડાસાના ખલીકપુર ગામના નામચીન બુટલેગર વિશાલ ચૌહાણને દબોચી લઇ જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત મુકતા જીલ્લા મેજિસ્ટ્રેટ પાસાની દરખાસ્ત મંજુર કરતા વડોદરા જેલમાં ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખલીકપુર ગામના વિશાલ રણજીત સિંહ ચૌહાણ નામના બુટલેગરની કરમ કુંડળી કાઢતા વિશાલ ચૌહાણ વિદેશી દારૂના વેપલામાં અને હેરાફેરીમાં સતત સંડોવણી બહાર આવતા અને તેની સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ ગુન્હા નોંધાયેલ હોવાથી પાસા હેઠળ કાર્યવાહી કરવા જીલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરતા જીલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજુર કરતા તાબડતોડ બુટલેગરને દબોચી લઇ અટકાયત કરી વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો બુટલેગર સામે પાસા મંજુર થતા અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.