જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા,ચૂંટણી ઓબ્ઝર્વર સહીત ઉચ્ચ અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા ચકાસણી કરી
Advertisement
અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર 5 ડિસમ્બરે યોજાયેલ મતદાન શાંતિ પૂર્ણ યોજાયા બાદ ત્રણે બેઠકો પર ના 1362 ઈવીએમ-વીવીપેટ મશીનો ને સઘન સુરક્ષા હેઠળ મોડાસાની સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમ માં ગોઠવી દઈ સ્ટ્રોંગરૂમ ની ફરતે રાઉન્ડ ઘી ક્લોક સુરક્ષા જવાનો ગોઠવી દઈ સુરક્ષા પુરી પાડવાની સાથે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્ટ્રોંગ રૂમ 8 ડિસેમ્બર ગુરુવારના રોજ ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં ખોલી 14 ટેબલ પર 29 જેટલા રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે મત ગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ત્રણે વિધાનસભા બેઠકના ઈવીએમ રાખવામાં આવ્યા છે અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર પરિસરમાં પણ ચુસ્ત પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે મત ગણતરી પછી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર તૈયાર છે.