40 C
Ahmedabad
Tuesday, May 7, 2024

માવઠાથી ખેડૂતો કેવી રીતે બચાવી શકે છે પાકને, ખેતીવાડી વિભાગની ખાસ સૂચના, વાંચો


હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.28 જાન્યુઆરીએ અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠું થવાની આગાહી હતી, જેને લઇને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠુ થયું છે. આ વચ્ચે ખેતીવાડી વિભાગે ખાસ સલાહ ખેડૂતો આપી છે, જેમાં વાદળ છાયા અને ભેજવાળા હવામાનમાં ઘઉંના પાકને ગેરૂના રોગથી બચાવવા આવાસમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ. હુંફાળુ અને ભેજવાળુ વાતાવરણ ગેરૂના રોગ માટે સાનુકૂળ છે.આ રોગની શરૂઆત થાય ત્યારથીજ મેન્કોઝેબ (0.2 %) દવાના કુલ ત્રણ છંટકાવ 15 દિવસના અંતરે કરવાથી રોગ અટકાવી શકાય છે.

Advertisement

બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ 75% વે.પા. 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5% ઇસી૫મિલિ 10 લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા/પાછોતરાસુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય.

Advertisement

કમોસમી વરસાદથી થતા પાકનુ કસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તેમજ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રો એ કાળજી રાખી આગોતરા સાવચેતી ના પગલાં લેવા અનુરોધ કરવામાં આવેછે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણઅધિકારી/ખેતીઅધિકારી/તાલુકાઅમલીકરણઅધિકારી/મદદનીશખેતીનિયામક/જિલ્લાખેતીવાડીઅધિકારી /નાયબખેતીનિયામક(વિસ્તરણ)/ નાયબખેતીનિયામક(તાલીમ),KVK અથવા કિસાન કોલસેન્ટર ટોલ ફ્રી નંબર–1800 180 1551 નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી અરવલ્લીનો સંપર્ક કરવો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!