41 C
Ahmedabad
Sunday, May 19, 2024

મોડાસા : વરથું ગામે ખેતરમાં જીવંત વીજવાયર પડતા 5 વીઘામાં ઘઉંનો પાક બળીને ખાખ, ખેડૂતોના મોં મા આવેલ કોળિયો છીનવાયો


રવિ સિઝનનો મુખ્ય પાક ઘઉંની લણણીની શરૂઆત થઈ ગયી છે ત્યારે ખેતરો લહેરાતા ઘઉંના પાક પર ખેતરોમાંથી પસાર થતા વીજ વાયરો માં સ્પાર્ક થતા બળી ને ખાખ થઈ જવાની ઘટનાઓ ઠેર ઠેર બનતા ખેડૂતોમાં વીજતંત્રની લાલીયાવાડી સામે ભારે આક્રોશ ફેલાયો છે મોડાસા તાલુકાના વરથુ ગામની સીમમાં ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનનો જીવંત વીજતાર પડતા સ્પાર્ક થતા ૫ વીઘા ખેતરમાં ઉભા ઘઉં બળીને ખાખ થઇ જતા ભારે અફડાતફડી મચી હતી ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવતા આગ અન્ય ખેતરોમાં પ્રસરતા અટકી હતી ખેડૂતે વીજતંત્રની લાપરવાહી થી આગ લાગી હોવાનું જણાવ્યું હતું

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાના વરથુ ગામના રામાભાઇ કેશાભાઈ પટેલ,હિતેશ ભાઈ સદાભાઈ અને સુરેશભાઈ સદાભાઈ પટેલે તેમના ખેતરોમાં ઘઉંનું વાવેતર કર્યું હતું ચારેક મહિનાની ભારે જહેમત બાદ ખેતરમાં લહેરાતા ઘઉંનાના પાકમાં સોમવારે ખેતરમાંથી પસારથતા લચકાતા વીજવાયરો માંથી એક જીવંત વીજવાયર તૂટીને ખેતરમાં પડતા ૫ વીઘા જમીનમાં ઘઉંના પાક માં આગ લાગતા અને પવનના લીધે ભડભડ સળગવાની સાથે ત્રણેક ખેતરમાં આગ પ્રસરી ઘઉં બળી ને ખાખ થઈ ગયા હતા ઘટનાની જાણ ગામમાં થતા ખેતર માલિકો સહીત આજુબાજુમાંથી ગામ લોકો દોડી આવી કૂવાના પાણી ડોલો અને પાઇપ મારફતે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી વીજફોલ્ટના પગલે ખેડૂતના ઘઉં બળીને ખાખ થઈજાતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હતું વીજતંત્રની બેદરકારીના પગલે ખેડૂતોને વેંચતા ઘઉં ખરીદવાનો વારો આવ્યો હતો વીજતંત્ર કે સરકાર દ્વારા આગ લાગવાથી ખેડૂતોને સહન કરવી પડતી નુકશાની ભરપાઈ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ પ્રબળ બની છે.

Advertisement

ખેડૂતોની આપવિતી સાંભળો…

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!