અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે જુના પોલીસ સ્ટેશન સામે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં શાકભાજીની ખરીદી અર્થે આવેલ ભિલોડા ગામના ગોરફળીમાં રહેતા ૫૬ વર્ષીય વિધવા મહિલાના ગળામાંથી અઠી તોલા નું વજન ધરાવતો સોના ના દોરો અજાણ્યા ત્રણ બાઈક સવાર ચેઈન સ્નેચરોએ મહિલાના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઝુંટવી લઈ ચેઈન સ્નેચરો પલભરમાં પલાયન થઈ ગયા હતા.પોલીસે અજાણ્યા બાઈક સવાર ત્રણ ચેઈન સ્નેચરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહિલાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.પોલીસ ધ્વારા પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત ઉદ્ધવી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ બુન્નાબેન મનાતએ જણાવ્યું કે , સાંજે ૫.૩૦ વાગ્યાના અરસામાં શાકભાજીની ખરીદી અર્થે બજારમાં આવેલ નીતાબેન જયેશભાઈ ત્રિવેદીના ગળામાં પહેરેલ સોના નો દોરો,અઢી તોલા નો અંદાજીત કિંમત રૂપિયા. ૧,૨૫,૦૦૦=૦૦ અજાણ્યા બાઈક સવાર/એક કાળા કલરની એન.એસ બાઈક પર આવેલ આશરે ૨૦ થી ૨૫ વર્ષ ના લબરમુંછીયા યુવાનોએ મહિલાના ગળામાંથી સોના નો દોરો મહિલાના ગળામાંથી ખેંચી,ઝુંટવી લઈ ને અજાણ્યા ચેઈન સ્નેચરો પલભરમાં પલાયન થઈ ગયા હતા.મહિલાએ બુમરાડ મચાવતા ધટના સ્થળ પર વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા.નીતાબેન જયેશભાઈ ત્રિવેદીએ સોના ના દોરાની ચીલઝડપ સંદર્ભે અજાણ્યા ત્રણ ચેઈન સ્નેચરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તપાસ ચક્રો ગતિમાન કર્યા છે.