30 C
Ahmedabad
Monday, May 13, 2024

આંગણવાડી ભરતી પ્રક્રિયામાં અનામત અરજદારોને 5 વર્ષની છૂટછાટ આપવા : અરવલ્લી જીલ્લા કલેકટરને રજૂઆત


સમગ્ર રાજ્યમાં આંગણવાડી ભરતી પ્રક્રિયા હાથધરવામાં આવી છે જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ની જગ્યા માટે 33 વર્ષથી નીચે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે આ બંને જાહેરાતમાં અનામતના અરજદારો માટે પણ વયમર્યાદા છૂટ હટાવી દેવામાં આવતા અરવલ્લી જીલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે તમામ વર્ગના અરજદારોએ કાયદાકીય જોગવાઈ અનુસાર ભરતી કરવામાં આવેની માંગ કરી રહ્યા છે ત્યારે ભિલોડા તાલુકાના વણજર ગામની એક મહિલાએ આંગણવાડી કાર્યકરની ભરતી પ્રક્રિયામાં અનામતની જોગવાઈ મુજબ ઉંમરમાં 5
વર્ષની છુટછાટ આપવામાં આવેની માંગ કરી છે.

Advertisement

Advertisement

ભિલોડા તાલુકાના વણજર ગામના પ્રણામી સોનલબેન મથુરભાઈ પ્રણામીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તાજેતરમાં બહાર પડેલી આંગણવાડી કાર્યકરની ભરતી પ્રક્રિયામાં અનામતની જોગવાઈ અનુસાર વયમર્યાદામાં 5 વર્ષની છુટછાટ આપવામાં આવેની માંગ કરી છે હું એમ.એડ સુધીનો અભ્યાસ કરેલ છે અને આંગણવાડીના 2 વર્ષ નોકરીનો અનુભવ પણ છે અનુસુચિત જાતિ સમાજમાંથી હોવાથી આંગણવાડી કાર્યકરની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં ન આવતા નોકરીથી વંચિત રહેવાનો વારો આવતા આંગણવાડી કાર્યકરની ભરતીમાં અનામત જોગવાઈ મુજબ વયમર્યાદામાં 5 વર્ષની છુટછાટ આપવામાં આવેની માંગ કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!