42 C
Ahmedabad
Sunday, May 19, 2024

Mera Gujarat Ground Report 1 : અરવલ્લી જિલ્લામાં આવી ભિષણ આગ ક્યારેય નહીં જોઈ હોય, ‘પોલિસ પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે’


ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ અનેકવાર બની છે અને તેના પર કાબૂ મેળવી લેવાતો હોય છે તેની પાછળ ફાયર વિભાગની મહેનત હોય છે તો કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિકના સૂચારૂ આયોજન માટે ટ્રાફિક પોલિસની પણ તેટલી જ મહત્વની કામગીરી હોય છે. અરવલ્લી જિલ્લામાં 20 એપ્રિલ 2023 ના રોજ બપોરના અરસામાં મોડાસા તાલુકાના લાલપુર કંપા નજીક મહેશ્વરી ફટાકડાના ગોડાઉનમાં ભિષણ આગ લાગવાની ઘટના ઘટી હતી, જેને લઇને અફરા – તફરી મચી જવા પામી હતી.

Advertisement

મેરા ગુજરાતની ટીમને બપોરના 2 વાગ્યાના અરસામાં આગ અંગે જાણકારી મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું તો ત્યાં મોડાસા સહિત આસપાસના વિસ્તારના લોકો જતાં નજરે પડ્યા હતા. મોડાસા થી રાજેન્દ્રનગર જતાં માર્ગ પર લાલપુર કંપા સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, કારણ કે, અંદાજે 10 કિ.મી દૂર સુધી ધુમાળાના ગોટેગોટા ઉળતા જોવા મળ્યા હતા તો ફટાકડા ફૂટવાનો પણ અવાજ મોડાસા ખાતે સંભળાયો હતો.  દૂર દૂર સુધી આકાશમાં ભિષણ આગના ધુમાળા ઉળતા જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

મેરા ગુજરાતની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલિસની ટીમ તેમજ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ સમય દરમિયાન ટ્રાફિક વિભાગના પીઆઈ તેમજ કેટલાક પોલિસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા. આ સમયે ખેતરોમાં દોડતા લોકો આગ લાગી હતી તે જગ્યા એ દોડી ન જાય તે માટે પોલિસ કર્મચારીઓએ લોકોને ત્યાંથી દૂર કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પણ લોકોનું ટોળું ત્યાં જ પહોંચી જતું કારણ કે, તેમને એવું લાગતું કે તુલસીવીલા સોસાયટીમાં કેટલાક લોકો ફસાયા છે, જેઓને બચાવવા માટે આ લોકો આવતા હતા, જેને લઇને પોલિસ કર્મચારીઓમાં પણ એક ગભરાહટ જોવા મળી અને ટ્રાફિક શાખાના એક પોલિસ કર્મચારી તાત્કાલિક દિવાલ કુદીને તુલસીવિલા પહોંચ્યા હતા પણ ત્યાં કોઈ હતું. ત્યારબાદ અન્ય કેટલાક લોકો આવી ગયા અને તુલસીવીલા સોસાયટીમાં એક વૃદ્ધ દંપત્તિ હોવાનું જણાવતા ફરીથી પોલિસ તેમજ સ્થાનિક લોકોના ધબકારા વધી ગયા અને સ્થાનિક લોકો અને પોલિસ કર્મચારીઓએ ફરીથી આસપાસના વિસ્તારોમાં સર્ચ કર્યું હતું, પણ આ પહેલા જ ત્યાંથી તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવાયા હતા.

Advertisement

Advertisement

આ સમય દરમિયાન મેરા ગુજરાતની ટીમે જે જોયું તે કદાચ કલ્પના પણ ન કરી શકાય કારણ કે, આ ફટાકડના ગોડાઉનમાં આગ હતી, જે બેકાબૂ નહીં પરંતુ ગાંડી આગ હતી, જ્યાં નજર જાય ત્યાં આકાશમાં ફટાકડા જ ફૂટતા નજરે પડે અને લોકોના જીવ પણ પડીકે બંધાય આવા કપરા સમયમાં જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે તાત્કાલિક પોલિસનો તમામ કાફલો ઘટનાસ્થળે મોકલી દીધો હતો અને લોકોના ટોળાને આગ લાગી હતી તે જગ્યાએ જતાં અટકાવી શકાય.

Advertisement

તો બીજી બાજુ શરૂઆતમાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. પાલિકાની ટીમને લાગ્યુ કે, આગ સામાન્ય નહીં પરંતુ વિકરાળ છે જેને લઇને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા મેજર ફાયર કોલ જાહેર કરતા આસપાસના તમામ જિલ્લાઓમાંથી ફાયર વિભાગની ટીમ આવવા માટે રવાના થઈ હતી.

Advertisement

વધુ થોડા સમય પછી,,,, મેરા ગુજરાત ગ્રાઉન્ડ રીપોર્ટ 2, જોતા રહો… http://www.meragujarat.in

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!