42 C
Ahmedabad
Saturday, May 18, 2024

મહેશ્વરી ક્રેકર્સ આગના પડઘા : માધવ પાયરોટેકમાં તપાસ અર્થે પહોંચેલ SDMની ટીમ ડેલીએ હાથ દઈ પરત ફરી,5 ટીમોની જીલ્લામાં તપાસ


મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં આગની ઘટનામાં 4 શ્રમિકોના મોત પછી માધવ પાયરોટેકનો માલિક ફેક્ટરીને તાળા મારી રફુચક્કર
મોડાસા શહેર સહીત જીલ્લામાં ફટાકડાના ગોડાઉન ધારકો સંગ્રહ ક્ષમતાના લાયન્સ કરતા દસ ગણો સ્ટોક રાખતા હોવાની ચર્ચા

Advertisement

અરવલ્લી જીલ્લા કલેકટરે મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન આગમાં 4 શ્રમિકોના ભડથું પછી ડેપ્યુટી કલેકટરની 5 ટીમ દ્વારા ફટાકડાના અન્ય સંગ્રહકારો પર તપાસનો ધમધમાટના આદેશ આપતા ડેપ્યુટી કલેકટરની 5 ટિમ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કાયદેસર ફટાકડાના સંગ્રહનું લાયન્સ ધરાવતા 9 સ્ટોકિસ્ટોના ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનના આરોપીની ગાજણ નજીક આવેલ માધવ પાયરોટેક પર તપાસ માટે પહોંચેલી ટીમ ગોડાઉનના ગેટ પર તાળા બંધી હોવાથી વીલા મોઢે પરત ફરી હતી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા-શામળાજી રોડ પર ગાજણ ટોલટેક્ષ નજીક આવેલ મહાદેવ મહેશ્વરીની માલીકીની માધવ પાયરોટેક નામના ફટાકડાના ગોડાઉનમાં ડેપ્યુટી કલેકટર અમિત પરમાર અને તેમની ટીમ શનિવારે તપાસ માટે પહોંચતા ગોડાઉનના ગેટ પર તાળા મારેલા હોવાથી ફક્ત દરવાજા બહાર સિક્યુરિટી સિવાય અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી તપાસ ટીમે મહાદેવ મહેશ્વરી સહીત અન્ય જવાબદાર વ્યક્તિઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા નિષ્ફળ રહેતા ગોડાઉનના પર પંચનામું કરી સિક્યુરિટી જવાનની સહી અને સાક્ષીઓની સહી લઇ પરત ફરી હતી

Advertisement

મહેશ્વરી ક્રેકર્સમાં આગની ઘટનામાં 4 શ્રમિકોના મોત થતા અને માનવવધનો ગુન્હામાં ગાજણ ટોલપ્લાઝા નજીક આવેલ માધવ પાયરોટેકના કર્તાહર્તા મહાદેવ મહેશ્વરીનું નામ નોંધાતા મહાદેવ મહેશ્વરી તેના ગોડાઉનને તાળા મારી ભૂગર્ભ ઉતરી ગયો છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!