31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

કોથમીરને લાંબો સમય સુધી તાજી રાખવા ફોલો કરો આ ટિપ્સ, નહિં બગડે જરા પણ, જાણો કેવી રીતે


કોથમીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો રસોઇમાં કોથમીરનો ઉપયોગ કરતા હોય છે. કોથમીર રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. દાળમાં અને શાકમાં કોથમીર નાંખો છો તો સ્વાદ અને સુગંધ એકદમ જ અલગ આવે છે. આ સ્મેલ પરથી આપણને ખાવાની ઇચ્છા થઇ જાય છે. આમ, જ્યારે મહિલાઓ શાકભાજી લે ત્યારે સૌથી પહેલા કોથમીર જ લેતી હોય છે. જો કે કોથમીર વિશે અનેક લોકોની ફરિયાદ હોય છે કે કોથમીર તાજી રહેતી નથી અને બગડી જાય છે. કોથમીર બગડી જવાને કારણે એને ફેંકવાનું વારો આવે છે. આ માટે તમે પણ આ ટિપ્સ જાણી લો અને કોથમીરને લાંબો સમય સુધી ફ્રેશ રાખો.

Advertisement

એર ટાઇટ ડબ્બામાં ભરો

Advertisement

બને ત્યાં સુધી કોથમીરને સમારીને એર ટાઇટ ડબ્બામાં ભરો. એર ટાઇટ ડબ્બામાં તમે કોથમીર સ્ટોર કરશો તો લાંબો સમય સુધી ફ્રેશ જ રહેશે. આ માટે તમે જ્યારે બજારમાંથી કોથમીર લાવો ત્યાર પછી એને સારી રીતે ધોઇ લો અને પછી એમાંથી બધુ પાણી નિકાળી દો. જ્યારે બધું પાણી નિકળી જાય ત્યારે એને ટિશ્યુ પેપરમાં 10 મિનિટ માટે મુકી દો. આમ કરવાથી પાણી બધુ ચુસાઇ જશે. ત્યારબાદ બીજુ એક ટિશ્યુ લો અને એમાં કોથમીર ભરો અને પછી એર ટાઇટ ડબ્બામાં મુકીને ફ્રિજમાં મુકી દો. આમ કરવાથી કોથમીર લાંબો સમય સુધી ફ્રેશ રહેશે.

Advertisement

પ્લાસ્ટિક બેગમાં રાખો

Advertisement

જો તમે કોથમીર એર ટાઇટ ડબ્બામાં રાખવા નથી ઇચ્છતા તો તમે પ્લાસ્ટિક બેગમાં પણ ભરી શકો છો. પરંતુ ખાસ ધ્યાન એ રાખો કે બેગ એકદમ ક્લિન હોવી જોઇએ. તો જ કોથમીર તાજી રહેશે નહિં તો બગડી જશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!