અરવલ્લી જિલ્લામાં icds શાખામાં પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ:૨૦૨૩/૨૪ કાર્યક્રમ અંતર્ગત પ્રચાર કરવામાં આવી રહ્યો છે.આંગણવાડી પ્રવેશોત્સવ નો મુખ્ય હેતુ ભૂલકાઓને હુંફાળો આવકાર મળે તેમજ આંગણવાડી પ્રત્યે લાગણી વધે અને બાળક આંગણવાડીમાં આવતું થાય તે આશયથી.આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે જુદી જુદી પ્રવૃતિ કરાવવામાં આવી રહી છે જેમાં, ઢોલ નગારા વગાડી જાહેરાત,રેલી કાઢી નારા લગાવવા,ભીંતચિત્રો,ગામના જાહેર સ્થળો પર જાહેરાત,બાળકો દ્વારા બનાવેલ ચિત્રના હેન્ડમેડ કાર્ડ બનાવી ગામના અગ્રણી,મુખ્ય મહેમાન,વાલીને આપી પ્રચાર કરવો જેવી પ્રવૃત્તિ કરાવી ગામમાં વાલી અને લોક જાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું