નવા પાણીબાર ગામના લોકો પરંપરાગત લોકવાદ્ય ઢોલ નગારા સાથે પદયાત્રા જીલ્લા કલેકટર કચેરી સુધી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું
Advertisementહવે તો હદ થઇ રોડ બનાવ્યો વોટા પાણીબાર વિસ્તારમાં અને રોડ પર બોર્ડ લગાવ્યું નવા પાણીબારનું
Advertisement
અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વિકાસની ગ્રાંટની ફાળવણી પછી સ્થાનિક નેતાઓ સાથે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ મીલીભગત રચી ગ્રાંટનો દુરપયોગ કરતા હોવાની ચર્ચા ચારે કોર ચાલતી રહે છે ત્યારે મેઘરજ નવાપાણીબાર ગામમાં મુખ્ય મંત્રી સડક યોજના અંતર્ગત મંજુર થયેલ રોડ અન્ય વિસ્તાર વોટા પાણીબાર ગામમાં બનાવી દેતા ભારે વિવાદ સર્જાયો છે અગાઉ ગામમાં વિરોધ નોંધાવ્યા બાદ પાણીબાર ગામના 50 થી વધુ લોકોએ ઢોલ-નગારા સાથે પદયાત્રા મોડાસા જીલ્લા સેવાસદન સુધી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી ગ્રામજનોએ રોડ અન્ય સ્થળે બનાવ્યો હોવાના આક્ષેપ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકા ના નવા પાણીબાર ગામ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ વાસ્તવમાં નવાપાણીબાર ગામે મંજૂર થયેલો હતો પરંતુ આ રસ્તો નવા પાણીબાર ગામમાં બનાવવામાં આવ્યો નથી જેને લઈને ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા કે આ રસ્તો જે તે જગ્યાએ બનાવવામાં નથી આવ્યો પણ બીજી જગ્યાએ બનાવવામાં આવ્યો છે જેમાં નવા પાણીબાર જગ્યાને બદલે આ રસ્તો ખાંટ વાસ (પાણીબાર )વાંટા બાજુ બનાવવામા આવ્યો છે જે ખોટી જગ્યાએ બનાવેલ છે તેવા આક્ષેપો કર્યા હતા વધુમાં નવીન રસ્તો બની ગયા પછી નવા પાણીબાર ગામના નામનું રસ્તાનું બોર્ડ લગાવામાં આવ્યું હતું જેના કારણે નવા પાણીબાર ના ગ્રામજનો માં રોષ જોવા મળ્યો હતો ત્યારે હાલતો આ બાબતે નવા પાણીબાર ગામના ગ્રામજનો એ આક્ષેપો કર્યા હતા કે આ નવીન રસ્તો અમારા ગામમાં મજુર થયેલ છે પણ બીજી જગ્યાએ બનાવી દેવામાં આવ્યો છે ત્યારે આ બાબતે આક્ષેપો કર્યા હતા કે આમાં અધિકારીઓની સંડોવણી હોય તેવું લાગી રહ્યું જ્યાં રસ્તાની જરૂરિયાત છે ત્યાં રસ્તો બનવો જોઈએ અને યોગ્ય જગાએ બનાવવા આવે તેવી માંગ કરી છે વધુમાં જણાવ્યું હતું કે ન્યાય નહિ મળે તો રસ્તો રોકો આંદોલન કરવાની ચીમકી ઉંચારાઈ હતી આ બાબતે ગ્રામજનો દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
પાણીબારના ગ્રામજનો ને ન્યાય ન મળતા અંતે ફરી એક વાર ગ્રામજનો લડી લેવાના મૂડમાં છે અને આજે ફરી અકેવાર ગ્રામજનો દ્વારા પદયાત્રા યોજી તંત્ર ને જગાડવા મોડાસા સુધી પદ યાત્રા યોજવામાં આવી છે જેમાં ઢોલ નગારા સાથે ગામની મહિલાઓ તેમજ યુવાનો અને વડીલો રસ્તાની માંગ સાથે પદ યાત્રા યોજી છે અને સાંજે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપશે તો આ બાબતે યોગ્ય અધિકારી સ્થળ તપાસ કરે અને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે