રીનોવેશન માટે જૈન મંદિરોમાં લાગેલા ખંભાતી તાળા કામ પૂરું થયે નહિ ખુલતાં સહેલાણીઓમાં હતાશા
વિજયનગર, ગુજરાતનું મીની કાશ્મીર પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો થતાં રોજગારી પર માર પડી પડ્યો છે. પ્રવાસીઓમાં ઘટાડાનું કારણ છે કે, જૈન મંદિરોમાં ખંભાતી તાળા લાગતા સહેલાણીઓને પણ નિરાશ થઈને વિલા મોઢે પરત ફરવું છે. ઉલ્લેખનીય છે કે, પોલો ફોરેસ્ટમાં પ્રાકૃતિક સુંદરતાની સાથે 15મી સદીના ઐતિહાસિક વસ્તુઓ નિહાળવા લોકો અન્ય રાજ્યમાંથી પણ આવતા આવી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત થયેલા પોલો ફોરેસ્ટમાં આ વર્ષે સહેલાણીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે, ત્યારે પોલો ફોરેસ્ટમાં પ્રાકૃતિક સુંદરતાની સાથે 15મી સદીના ઐતિહાસિક જૈન મંદિરોમાં રીન્યુએશનની કામગીરી પૂર્ણ થઇ હોવા છતાં ખંભાતી તાળા યથાવત રહેતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં પણ ભારે કચવાટ ઉભો થયો છે.
જો કે આગામી સમયમાં આ મામલે ચોક્કસ પગલાં નહીં લેવાય તો સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો સમાપ્ત થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. વેડિંગ ફોટો સ્ટેશન તેમજ ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં કુદરતી સૌંદર્ય સાથે 15મી સદીના ઐતિહાસિક જૈન મંદિરો આવેલા છે. જોકે 10 કિલોમીટરના વિસ્તારમાં હાલના તબક્કે 27થી વધારે જૈન મંદિરો હોવાના પગલે ગુજરાતભરના પ્રવાસીઓ માટેનું પહેલી પસંદગીનું સ્થળ બની રહ્યું હતું, ત્યારે બે વર્ષ અગાઉ રીનોવેશનના નામે મુખ્ય જૈન મંદિરને ખંભાતી તાળા લગાવી પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયું હતું, ત્યારે છેલ્લા કેટલાય સમયથી સમારકામ પૂર્ણ થયું હોવા છતાં વહીવટી તંત્રની આડોળાઇ યથાવત રહેતા હજુ સુધી તાળા ખૂલી શક્યા નથી