અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની શ્રી ઘાંટા પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં અને બાલવાટિકા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રવેશ પાત્ર બાળકોને શૈક્ષણિક કીટ દાતા દ્વારા ભેટ આપવામાં આવી હતી તેમજ શાળામાં સો ટકા હાજરી આપનાર બાળકોને સન્માનિત કરી પ્રમાણપત્ર અને નોટબુકની ગિફ્ટ આપી હતી
મોડાસા તાલુકા ની શ્રી ઘાંટા પ્રાથમિક શાળામાં મોડાસા તાલુકા વિકાસ અધિકારી ગૌરાંગભાઈ પટેલ,સીઆરસી કો.ઓ સંજયભાઈ પંડ્યા આરોગ્યકર્મીઓ, એસએમસી સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આંગણવાડીમાં અને બાલવાટિકામાં પ્રવેશ પાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો બેટી બચાઓ અભિયાન વિષે અને સ્વચ્છતા અભિયાન વિષે બાળકોએ વક્તવ્ય આપ્યું હતું તેમજ શાળામાં 100 ટકા હાજર રહેનારા બાળકોને ટીડીઓ ગૌરાંગ પટેલના હસ્તે પ્રમાણપત્ર અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. હતું પ્રવેશપાત્ર બાળકો ને દફતર અને કીટ દાતા પારુલ પ્રકાશભાઈ પ્રજાપતિને સન્માનિત કરી આભાર વ્યક્ત કર્યો હતો શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું શાળાના આચાર્ય પ્રકાશ ભાઈ વણકરે આભાર વિધિ કરી હતી