35 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી : મોડાસામાં કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન, ભિલોડામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ


ભિલોડામાં મેઘમહેર થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ખાડા ખાબોચિયામાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

Advertisement

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે.મોડાસા શહેર સહીત જીલ્લામાં શનિવારે બપોરે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ધસી આવવાની સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી ભિલોડામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સતત એક કલાક જેટલો સમય વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Advertisement

અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ છેલ્લા ત્રણ દીવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. શનિવારે બપોરે મોડાસા,ભિલોડા અને મેઘરજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મોડાસા શહેરમાં આકાશે કાળા ડિબાંગ વાદળો છવાતા ઘનઘોર અંધારું થતા મેઘરાજા તૂટી પડશેની સંભાવના વચ્ચે વરસાદી ઝાપટું પાડવાની સાથે ઝરમઝરમ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ઉકળાટ અને બફારાથી છુટકારો મળ્યો છે.

Advertisement

અરવલ્લી જીલ્લામાં ધીમા પગલે ચોમાસુ જામી રહ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો આવતાં વરસાદી માહોલ જામવાની સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમરીયો વરસાદ પડી રહ્યો છે. ખેતીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!