37 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : LCBએ મોડાસા ડેપોમાં મહિલાનો સોનાનો દોરાની તફડંચી કરતી ગેંગના ત્રણને રાજેન્દ્રનગર ચોકડી નજીક ઇકો સાથે દબોચ્યા


અરવલ્લી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી ગુન્હેગારોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા હંગામી બસસ્ટેન્ડમાંથી બસમાં ચઢવા જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી કરનાર ત્રણ આરોપીઓને રાજેન્દ્રનગર ચોકડી નજીકથી ઝડપી પાડી 3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના દિવસોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા બસ સ્ટેન્ડમાંથી મહિલાના અછોડાની તફડંચીના ગુન્હાનો ભેદ ઉકેલવા સીસીટીવી કેમેરા અને બાતમીદારો સક્રિય કરતા ચોરીમાં ઇકો કારનો આરોપીઓએ ઉપયોગ કર્યો હોવાની અને ઇકો કાર રાજેન્દ્રનગર થી મોડાસા તરફ આવતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે રાજેન્દ્રનગર નજીક વોચ ગોઠવી બાતમી આધારિત ઇકો કાર આવતા અટકાવી કારને કોર્ડન કરી કારમાં રહેલા 1)અસ્લમ સુલેમાન સિંધી (રહે,કસ્બા વિસ્તાર,મહેસાણા),2)રમજાન રહીમ સલાટ (રહે,તકતોની લીમડી,સલાટવાસ, પાલનપુર) અને 3)મોં.સહેજાદ સલીમ શેખ (રહે,નાની બજાર,પોપરીયા કુવા, પાલનપુર)ને દબોચી લઇ સોનાની રણી કીં.રૂ.62200/- , મોબાઈલ-4 કીં.રૂ.11 હજાર અને ઇકો કાર મળી કુલ રૂ.3.73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે આરોપીને અટક કરી મોડાસા ટાઉન પોલિસીને સોંપી દીધા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!