asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

ઉત્તર પ્રદેશ: મેરઠમાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા 5 કંવરિયાઓના મોત, 5 અન્ય ઈજાગ્રસ્ત


શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના એક ગામ નજીક 11 KV વીજળીના સંપર્કમાં આવતાં પાંચ કંવરિયાઓ વીજ કરંટથી મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય પાંચ ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના મેરઠ જિલ્લાના ભવાનપુરના રાલી ચૌહાણ ગામમાં બની હતી. ઘટના દરમિયાન કંવરીયાઓનું વાહન લટકતી હાઇ-ટેન્શન વીજ લાઇન સાથે સંપર્કમાં આવ્યું હતું.

Advertisement

ઘટના બાદ વિસ્તારના સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા અને કંવરીઓને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ પાંચ કંવરીઓને મૃત જાહેર કર્યા. આ ઘટનામાં વીજ શોક લાગવાને કારણે અન્ય પાંચ કંવરિયાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઘટના માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

Advertisement

બીજી તરફ ઘટનાસ્થળે પહોંચેલા ડીએમ મીણાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે ડોક્ટરો અને અધિકારીઓની ટીમ ઘાયલોની સારવારમાં લાગેલી છે. પીડિતોને તેમની સારવાર માટે તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઘટનાના કારણની તપાસ ચાલુ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!