આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની સેમેસ્ટર-2ની પરીક્ષા લગ્નના દિવસે જ હોવાથી ફેરા ફરતાં પહેલા પરીક્ષા આપી
લગ્નના દિવસે બંને વિદ્યાર્થી પરીક્ષા આપવા પહોચતા કોલેજ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓએ બંનેની સરાહના કરી હતી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે મેઘરજ સરકારી કોલેજમાં સેમેસ્ટર-2ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની પરીક્ષા દરમિયાન લગ્ન નિર્ધારીત કરતા બંને પરીક્ષાર્થી લગ્નની સાથે સાથે અભ્યાસને મહત્ત્વ આપી પરીક્ષાની તૈયારી કરી લગ્નના દિવસે કેરિયરને ધ્યાનમાં રાખી પરીક્ષા આપવા પહોંચ્યા હતા અને પહેલા પરીક્ષા પછી લગ્નફેરા લીધા હતા બંને વિદ્યાર્થીઓના પરિવારજનોએ પણ તેમના નિર્ણયને આવકાર્યો હતો
મેઘરજ નગરમાં આવેલી સરકારી વિનયન કોલેજમાં આર્ટસ ફેકલ્ટીમાં દિપક તરાર અને મંજુલા ડામોર અભ્યાસ કરી રહ્યા છે સેમેસ્ટર-2માં અભ્યાસ કરતા બંને વિદ્યાર્થીના પરિવારજનોએ લગ્ન પહેલાથી નિર્ધારિત કર્યા હોવાથી અને લગ્નના દિવસે જ પરીક્ષાની તારીખ આવતાં બંને વિદ્યાર્થીઓએ લગ્નની સાથે પરીક્ષા આપવાનો નિર્ણય પરિવારજનોને જણાવતા બન્નેના પરિવારજનો અને સાસરીપક્ષ ના લોકોએ તેમના નિર્ણયને આવકારતા બંને વિદ્યાર્થીઓએ લગ્નની સાથે કેરિયરને મહત્વ આપ્યું હતું અને પરીક્ષા આપવ કોલેજમાં પહોચતાં કોલેજ સ્ટાફ અને અન્ય પરીક્ષાર્થીઓએ નિર્ણયની સરાહના કરી હતી
મેઘરજ તાલુકાના અલગ અલગ ગામના આ બે વિદ્યાર્થીએ વિચાર્યું કે સામાજિક બંધન માટે દરેક યુવક યુવતીએ લગ્ન કરવા એ જરૂરી છે. પણ સાથે સાથે અભ્યાસ અને પરીક્ષા પણ એટલી જ જરૂરી છે. ત્યારે આ બંને વિદ્યાર્થીઓ આજે પોતાના લગ્ન હોવા છતાં કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા માટે આવ્યા છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે એ રીતે લગ્નના દિવસે જ પરીક્ષા આપી હતી