asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

સાબરકાંઠા : હિંમતનગરમાં ભર બપોરે નિવૃત્ત પોલીસ દંપતિની કરપીણ હત્યા,લૂંટ વીથ મર્ડરની ઘટના, ઘૂંટાતું રહસ્ય


 

Advertisement

ખેડતસીયા રોડ પર આવેલ રામનગર સોસાયટીની કમકમાટીભરી ઘટના

Advertisement

અજાણ્યા શખ્સોએ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યાનું અનુમાન

Advertisement

હિંમતનગર 

Advertisement

     લોકસભાની ચુંટણીને લઈને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાનાર છે ત્યારે જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે મંગળવારે ભર બપોરે હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ દંપતિની અજાણ્યા શખ્સોએ આવીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યા બાદ કરપીણ હત્યા કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. લૂંટ વિથ મર્ડરની ઘટના બાદ જિલ્લા પોલીસવડા કાફલા સાથે આવીને તપાસનો દોર શરૂ કર્યો છે. 

Advertisement

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ જે. ભાટી અને તેમના પત્નિ મીનાકુમારી ભાટી મંગળવારે બપોરના સુમારે પોતાના ઘરમાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ગમે તે કારણસર આવી દંપતિ સાથે ઝપાઝપી કરી હોવાનું અનુમાન છે ત્યારબાદ આ અજાણ્યા શખ્સોએ અદાવત અથવા તો અન્ય કોઈ કારણસર નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટીના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડતાં લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા.

Advertisement

ત્યારબાદ અજાણ્યા શખ્સોએ તેમના પત્નિ મીનાકુમારીને પણ નિશાન બનાવી હત્યા કરી દેતાં આ દંપતિ પલંગના નીચે બંને તરફ ઢળી પડયા હતા. ત્યારબાદ જોત જોતામાં લૂંટ વિથ મર્ડરની ઘટના અંગે આ વિસ્તારમાં જાણ થતાં જિલ્લાનું પોલીસ તંત્ર તાબડતોબ દોડી આવ્યુ હતુ અને જે ઘરમાં હત્યા થઈ હતી તે ઘરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એફએસએલ, ડોગ સ્કોડ અને ફીંગરપ્રિન્ટ નિષ્ણાંત દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા હતા. 

Advertisement

જોકે ઘટના બન્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોઈ રહસ્ય બહાર આવ્યુ નથી. પોલીસ અધિકારીઓ પણ તપાસ કરી રહયા હોવાથી કોઈ વિગત જાહેર કરતા નથી દરમ્યાન રામનગરમાં બનેલી આ ઘટનાના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ તેને જોઈને અનેક લોકો ભાવુક બની ગયા હતા. તેમ છતાં લૂંટ વિથ મર્ડરની ઘટના અંગે સમગ્ર હિંમતનગર શહેરમાં અનેકવિધ ચર્ચા સાથે અનુમાનોનો દોર ચાલી રહયો છે. તેમ છતાં પોલીસ તંત્ર તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલી હત્યારાઓને ઝડપી પાડે ત્યાં સુધી સાચી વિગતો માટે રાહ જોવી રહી. હિંમતનગરની રામનગર સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ભાટી તેમના પત્નિ મીનાકુમારીબાનું મૂળ વતન ઈડર તાલુકાના મોટાકોટડા ગામ છે તેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી હોવા છતાં હિંમતનગરમાં પોતાની માલિકીના મકાનમાં રહે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!