36 C
Ahmedabad
Saturday, May 11, 2024

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે બીજી વખત લીધા શપથ, PM મોદીએ પાઠવી શુભેચ્છા


ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌના એકા સ્ટેડિયમમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો ભવ્યાતિ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બનતા પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત 25 કેન્દ્રીય મંત્રીઓ, ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ, હરિયાણા, મણિપુર, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા
યોગીની રાજકીય સફર વર્ષ 1998માં ગોરખપુર લોકસભા બેઠક પરથી સૌથી યુવા સાંસદ તરીકે શરૂ થઈ હતી. ગોરખપુર સદર બેઠક ભાજપનો એટલો ગઢ રહ્યો છે કે 1967થી જનસંઘના સમયથી પાર્ટી અહીંથી જીતતી આવી છે. પાંચ વખત સાંસદ રહી ચૂકેલા યોગી આદિત્યનાથને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મળ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2017માં મુખ્યમંત્રી પદની જવાબદારી પહેલીવાર સોંપવામાં આવી. આજે ફરી તેઓ CM યુપીના બન્યા હતા.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!