મોડાસા શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે રોજનું પેટીયુ રડતા લોકોને અન્નદાન કરતા અન્નપૂર્ણા ટ્રસ્ટ- જાયન્ટ્સ મોડાસા.
સમગ્ર ગુજરાત સાથે અરવલ્લીમાં વરસી રહેલા અનારાદ અનરાધાર વરસાદના કારણે મોડાસા શહેર માં રોજનું પેટીયુ રડતા જેમના ઝૂંપડીએ ચૂલો ના સળગતા તેવા પરિવારોને અન્નપૂર્ણા ટ્રસ્ટ સાથે જાયન્ટ્સ મોડાસા દ્વારા તેવા પરિવારો ને જે તે સ્થળે જઈ ગરમ રોટલી શાક ની વ્યવસ્થા કરવામાં આવી જ્યારે આવા પરિવારોને ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરતા એમને હાસકારો થયો હતો અન્નપૂર્ણા ટ્રસ્ટના બીપીન શાહ. દિલીપ પટેલ. સાથે જાયન્ટ્સ મોડાસા નિલેશ જોશી અમિત કવિ નવનીત પરીખ નગીનભાઈ આ સેવા કાર્યમાં જોડાયા હતા આ સેવાકીય કાર્યની શહેરીજનો દ્વારા સરાહના કરવામાં આવી હતી