રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સૌથી વધારે 12 ઇંચ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદારડામાં 8 ઇંચ, પાટણના રાધનપુરમાં 8 ઇંચ બનાસકાંઠાના ભાભરમાં7 ઇંચ અને જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે એક સ્ટેટ હાઈવે અને 13 પંચાયતના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે, તેને રાત સુધીમાં પૂર્વવત્ કરી દેવાશે. તો, અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12,444 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હજુ 3 દિવસ, ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થવાથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગઈકાલે જૂનાગઢમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે કચ્છ, પાટણ અને મોરબીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તો આજે દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ અપાયું છે.