અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનો ઝડપથી ભેદ ઉકેલી રહી છે ભિલોડા પોલીસે મોડાસા શહેરમાંથી બે મહિના અગાઉ થયેલી બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ધોલવાણી ગામના બાઈક ચોરને બાઈક સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ભિલોડા PI એચ.પી.ગરાસિયાની સૂચનાના આધારે ભિલોડા નગરમાં પેટ્રોલિંગ હાથધરતા ધોલવણી ત્રણ રસ્તા પર પેટ્રોલપંપની આગળ રહેતા શંકર દુર્ગાજી વણઝારા (મૂળ રહે,બાયણા-રાજ)એ મોડાસા શહેરમાથ બે મહિના અગાઉ બાઈક ચોરી કરી ચોરી કરેલ બાઈક લઈને ફરતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ ધોલવણી ત્રણ રસ્તા પહોંચી બાઈક ચોર શંકર વણઝારાને ઝડપી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી