શ્રમદાનના કાર્યક્ર્મમાં સમગ્ર જિલ્લામાં વિવિધ જગ્યાઓએ સફાઈ અભિયાન હાથ ધરાયુ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ જોડાઈને જિલ્લા ભરમાં અભિયાન હાથ ધર્યું
સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં ‘સ્વચ્છતા હી સેવા’ ના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે તા.૧ લી ઓક્ટોબર, ૨૦૨૩ ને રવિવારના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના ભાગરુપે અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખે મેઘરજ ખાતેથી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખે માલપુર તાલુકાના ગોવિદપુર ખાતેથી, ભિલોડા ધારાસભ્યે ભિલોડા તાલુકાના વાંકાટીંબા ખાતેથી તેમજ બાયડ ધારાસભ્યે બાયડ ખાતેથી પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાઇને શ્રમદાન કરવા અને પોતાના ઘર-ઓફિસ તથા જિલ્લાના તમામ ગામોને કાયમ માટે સ્વચ્છ રાખવા જન સમુદાયને અપીલ કરી હતી.